પાટણ વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રબારી સમાજની મહિલા ડો. રાજુલ દેસાઈને ટિકિટ (Patan Assembly Candidate) આપી મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી લાલેશ ઠક્કરને મેદાને (Gujarat Election 2022) ઉતાર્યા છે. ત્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસે પાટણ વિધાનસભા બેઠકો ઉપર ભાજપ અને આપના ઉમેદવારોએ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે રોડ શો યોજી ઉમેદવારી પત્ર ભર્યું હતું. (Patan assembly seat)
ભાજપના ઉમેદવારે ચૂંટણીને લઈને શું કહ્યું ડો. રાજુલ દેસાઈએ જાહેર જંગી સભા સંબોધી હતી. સભા સ્થળ ખાતે નાની બળાઓનું દુર્ગાસ્વરૂપે પૂજન અર્ચન કરી પોતાના સમર્થકો ટેકેદારો સાથે ભવ્ય રેલી યોજી હતી. શહેરના મુખ્ય માર્ગ ભાજપમય બન્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. વિવિધ સ્થળો ઉપર રાજુલ દેસાઈનું ભાજપના કાર્યકરો અને નગરજનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. રોડ શો બાદ રાજલ દેસાઈએ મામલતદાર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. રાજુલ દેસાઈ (Patan Assembly BJP candidate) જણાવ્યું હતું કે, PM મોદીના સૌર ઊર્જાના સપનાને સાકાર કરવા માટે પાટણ જિલ્લામાં વધુને વધુ કામ કરવા. તેમજ પાટણની જાહેર જનતાને સ્પર્શતા પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપીને કામો ઝડપથી પૂર્ણ કરવાની સાથે સાથે આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સ્થપાય તેવા કામો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આપમાંથી લાલેશ ઠક્કર ઉમેદવાર તો બીજી તરફ પાટણ વિધાનસભા બેઠક ઉપર (Patan Assembly AAP candidate) આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે વિલાજ પાર્ટી પ્લોટ ખાતેથી ભવ્ય રેલી યોજી પોતાના ટેકેદારો સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ ચૂંટણીમાં પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, ત્યારે હવે જોવું રહ્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોણ મેદાન મારશે. (Gujarat Assembly Election 2022)