પાટણ ભાજપનો ગઢ ગણાતી ચાણસ્મા વિધાનસભા બેઠક (Chansma assembly seat) કબજે કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા દિનેશજી આતાજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જેને લઈને આ બેઠક ઉપર ચૂંટણી (Gujarat Assembly Election 2022) જંગ બરાબર જામ્યો છે. ત્યારે ETV Bharat સાથેની વાતચીતમાં દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ વિસ્તારના 140 થી વધુ ગામોનો પ્રવાસ કર્યો છે. આ વિસ્તારમાં વિકાસ માત્ર કાગળ ઉપર છે. હકીકતમાં કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી.
પહેલી પ્રાથમિકતા આ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડીશ વિસ્તારમાં રોજગારીની સમસ્યા (Employment problem) છે તો આ વિસ્તારમાં મોટી શાળાઓ કે કોલેજો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે અન્ય જગ્યાએ જવું પડે છે. તો ખેડૂતોને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું (Water problem for farmers) નથી. હાલમાં લોકો તરફથી સારો આવકાર અને પ્રતિસાદ મળી રહ્યો છે. અમે કોંગ્રેસે આપેલા આઠ વચનનો (Eight promises made by Congress) સાથે લોકો સમક્ષ પ્રચાર પ્રસાર કરી મત માંગી રહ્યા છીએ. આ વિસ્તારમાંથી ચૂંટણી જીતીશ તો મારી પહેલી પ્રાથમિકતા આ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી આપવાની રહેશે.
ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવાના પ્રયત્નો કરીશ રોજગારીની તકો પૂરી પાડવા આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવાના પ્રયત્નો કરીશ. હાલમાં લોકો તરફથી જે આવકાર મળી રહ્યો છે. તેના ઉપરથી આ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન આવશે અને 25,000થી વધુ મતોથી જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.