ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વર્ષ 2018-19માં સર્વોચ્ચ માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સુવર્ણ જડિત પદક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિકને ડિલીટની પદવી એનાયત કરવામાં આવી હતી. 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 57 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

Gold medals to 109 students
Gold medals to 109 students
author img

By

Published : Feb 6, 2021, 10:47 PM IST

  • યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સમારોહ યોજાયો
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ મિટીંગથી જોડાયા
  • 109 વિદ્યાર્થીઓમાંથી 57 વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યા

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમમાં વર્ષ- 2018ના 16 વિદ્યાર્થીઓ અને 25 વિદ્યાર્થિનીઓ મળી કુલ 41 અને વર્ષ 2019ના 16 વિદ્યાર્થીઓ અને 32 વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ ગોલ્ડ મેડલ સમારોહમાં 109 વિદ્યાર્થીઓમાંથી 57 વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ મેળવી નારી સશક્તિકરણનો પરચો બતાવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ

યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિકને ડિલીટની પદવી એનાયત કરાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિકને ડિલીટની પદવી એનાયત કરવામાં આવી હતી, ત્યારે આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, દેશની સર્વોચ્ચ વહીવટી શાખા IAS તરીકે સરકારની સેવામાં જોડાયો હતો. તે દિવસે જેની મે કલ્પના પણ નહોતી કરી તે સન્માન આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આપ્યું છે તેથી ખૂબ આનંદિત થયો છું.

ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો

ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, મહાનુભાવોની હાજરીમાં ગોલ્ડ મેડલ મળ્યા છે તેનો ગૌરવ વ્યક્ત કરી પોતાની આ સિદ્ધિ માટે પરિવાર, સમાજ અને શિક્ષકોને શ્રેય આપ્યો હતો અને મહાનુભાવો દ્વારા જે સંદેશો આપવામાં આવ્યો છે તે સમાજમાં પ્રેરણા આપવાની ખેવના વ્યક્ત કરી હતી.

109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ
109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ

ભારતના પ્રાચીન વૈભવને પુનઃ સ્થાપન કરવા વિદ્યાર્થીઓને કર્યો અનુરોધ

યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ મિટિંગથી જોડાયા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતના પ્રાચીન વૈભવની પુનઃ સ્થાપના કરવા યુવાનોને પ્રતિબંધ બનવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.