મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉજવાતા આ મહોત્સવનુ વિશેષ મહત્વ એ છે કે, વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. જે એક જ કદ અને એક આકારની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં ઉપયોગમાં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે.
પાટણમાંથી શરૂ થયેલ આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાઈ રહ્યો છે. જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખુબજ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.