પાટણ : શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેમજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આ કપરા સમયમાં પાટણમાં આવેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે.
![free corona test in patan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-freecoronatestedinpatanbysiddhhambranch-vb-vo-7204891_07102020184626_0710f_02626_750.jpg)
ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે ત્રણ દિવસીય ફ્રી ટેસ્ટ સહિત આરોગ્ય ચકાસણી તેમજ ઉકાળા વિતરણ કેમ્પનું પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ પ્રારંભ કરાવ્યો છે.
કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન પાટણની તમામ સંસ્થાઓએ કરેલી સેવાકીય કામગીરીને જિલ્લા કલેક્ટરે બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ કોરોના સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિને ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ પણ કરી હતી.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં લોકોએ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા તેમજ ઉકાળાનું સેવન પણ કર્યું હતું. આગામી 3 દિવસ સુધી બગવાડા દરવાજા ખાતે કેમ્પ કાર્યરત રહેશે. જે બાદ સતત 12 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.