પાટણઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વડીલોપાર્જિત 2 પેઢીઓ ધરાવતા વેપારીઓ સાથે છેતરપિંડી (Fraud with Patan Traders) થઈ છે. આરોપીઓ અગાઉના વેપારના કારણે સંબંધો વધારી આ છેતરપિંડી કરી છે. એટલે વેપારીએ 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ (Complaint to Patan B Division Police) નોંધાવી છે.
આરોપીઓ પાટણના વેપારીઓને મારી નાખવાની આપતા હતા ધમકી- મૂળ જૂનાગઢ જિલ્લાના બીલખા ગામના વતની અને પાલનપુરના ચંડીસર GIDCમાં કૈલાસ ઓઈલ કેક ઈન્ડસ્ટ્રીઝ ધરાવતા 8 શખ્સોએ 5 વર્ષ સુધી પાટણના આ વેપારીઓ પાસેથી એરંડાની ખરીદી કરી (Fraud with Patan Traders) હતી. ત્યારબાદ 5,89,44,724 રૂપિયા ચૂકવ્યા નહતા. તેમ જ અવારનવાર પૈસા માગતા અપહરણ કરી મારી નાખવાની ધમકી પણ (Threat to Patan traders) આપતા હતા. ત્યારે પાટણ ગંજ બજારના વેપારીએ 8 શખ્સો સામે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint to Patan B Division Police) નોંધાવી છે.
પાટણના વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ - પાટણના નવા ગંજ બજારમાં પેઢી ધરાવતા રાકેશ ભગવાનભાઈ પટેલ અને વિપુલ ભગવાનભાઈ પટેલ સાથે ભેસાણીયા (પટેલ) દિપકભાઈ, કેશવભાઈ ઉર્ફે કેશુભાઈ ગોવિંદભાઈ સહિતનાઓએ અગાઉના વેપારી સંબંધોને આગળ વધાર્યા હતા. બંને ભાઈઓનો વિશ્વાસ (Fraud with Patan Traders) કેળવી પાલનપુરની ચંડીસર GIDCમાં ભાગીદારીવાળી કૈલાશ ઓઈલ કેક ઇન્ડસ્ટ્રીઝ માટે વર્ષ 2017ની સાલથી અવાર-નવાર એરંડા મગાવતા હતા.
આરોપીઓએ ચાલાકીથી કરી છેતરપિંડી - આ પાંચ ભાગીદારોએ પોતાની ઓઈલ મિલ માટે પાટણના આ બંને વેપારી ભાઈઓ પાસેથી મોટા પાયે એરંડાની ખરીદી કરી હતી. તે પેટે ભાગીદારોએ અમુક સમયે પૈસા પણ મોકલાવ્યા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી એરંડાની ખરીદી વેચાણ અંગે રાકેશ પટેલને આ 5 ભાગીદારો પાસેથી 2,53,53,814 રૂપિયા લેવાના નીકળતા હતા. જ્યારે તેના નાનાભાઈ વિપુલને તેમની પાસેથી મહાવીર એન્ટરપ્રાઈઝ પેઢીના 3,35,90,910 લેવાના નીકળતા હતા. તેનો (Fraud with Patan Traders) કુલ હિસાબ 5,89,44,724 થાય છે.
પછી પછી કરીને આરોપીઓ પૈસા ચૂકવતા નહતા- આ બંને વેપારી ભાઇઓએ ઓઈલના મિલના પાંચેય ભાગીદારો પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. ત્યારે આરોપીઓએ મિલમાં આગ લાગતા વીમો પાસ થયા પછી પૈસા ચૂકવીશું તેવું કહ્યું હતું. પરંતુ વીમો મંજૂર થયો નહતો. આથી ફરી પૈસાની ઉઘરાણી કરતા ઓઈલ મિલના પાંચેય ભાગીદારો તથા તેમના સંતાનોએ ફોન ઉપર ધમકી (Threat to Patan traders) આપવાનું શરૂ કર્યું હતું અને મારી નાખવાની ધમકી (Threat to Patan traders) આપી હતી. તેમ જ હવે પછી ઉઘરાણી કરશો તો અપહરણ કરી નિર્જન જગ્યાએ મારીને ફેંકી દઈશું તેવું પણ કહ્યું હતું.
આ પણ વાંચો-Valsad Fraud Case : મહિલાઓને લોન આપવાની લાલચ આપી વધુ એક કંપની ફુલેકુ ફેરવી ગઈ
પોલીસે 8 લોકો સામે નોંધી ફરિયાદ - આ સમગ્ર ઘટના અંગે રાકેશ પટેલે ઓઈલના 5 ભાગીદારો સહિત 8 વ્યક્તિઓ વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ (Complaint to Patan B Division Police) નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.