પાટણ: શિયાળામાં હજારો વિદેશી પક્ષીઓનું ગુજરાતમાં આગમન થાય છે. ત્યારે પાટણ જિલ્લાના કોડધા વાડીલાલ તળાવમાં આ વર્ષે સ્થાનિક પ્રજાતિના ગીરજા બતક , ટીલીવાળા બતક , કુંજ , નાના હંસ , સુરખાબ , ભગવી જેવા 70 થી વધુ પ્રજાતિઓનાં હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યાં છે.
રણમાં પંખીઃ પાટણના કૉડધા વાડીલાલ તળાવ જે કચ્છના નાના રણનો એક ભાગ છે. જ્યાં તળાવમાં પ્રકૃતિના ખોળે વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં મહેમાન બન્યાં છે. વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. પાટણથી 60 કિલોમીટર દૂરના અંતરે કૉડધા વાડીલાલ તળાવ આવેલું છે.
વિદેશી મહેમાનઃ શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે , આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યાં છે. આપણા દેશનાં તેમજ વિદેશી પક્ષીઓની 150 જાતિઓનાં પક્ષીઓ રહે છે.તેમજ શિયાળાની ઋતુમાં કેટલાક પક્ષીઓ વિદેશથી અભ્યારણની મુલાકાતે આવી પહોંચે છે.
વિવિધ પ્રજાતિઃ શિયાળાની ઋતુ પતે એટલે પોતાના વતન પહોંચી જાય છે. શિયાળાની ગુલાબી મૌસમની શરૂઆત થતાંની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે. ત્યારે આ વન્ય વિસ્તારમાં આવેલા તળાવમાં પેલિકન , ફલેમિંગો , કોમનક્રેન , સારસ , ગ્રેટ્લેગુસ ( રાજહંસ ) સાથે વિવિધ પ્રકારના બતક અને બગલા સહિતનાં દેશી પંખી આવે છે.
પ્રવાસીઓ આવ્યાઃ વિદેશી પક્ષીઓ કલરવ કરતાં પાણીમાં તરતાં અને ડૂબકીઓ લગાવી મનમહૉક કરતબ કરતાં હોવાનો અનેરો નજારો અહીં પર્યટકોને નિહાળવા મળી રહ્યો છે. શિયાળાની સિઝનમાં લગભગ વિવિધ જાતનાં જુદાં - જુદાં પક્ષીઓ આ વાડીલાલ તળાવના મહેમાન બને છે.
શું કહે છે વનવિભાગઃ વિહંગ મહેમાનો પાટણ જિલ્લા વન અધિકારી બિંદુ બેન પટેલ જણાવ્યું હતું કે , શિયાળાની ઋતુમાં કેટલાક વિહંગ મહેમાનો ગુજરાતમાં પધારતા હોય છે , તેવું જ એક સ્થળ જયાં પરદેસી મહેમાનો ખુબજ મોટી સંખ્યામાં જોવા છે , જે છે કોડધા વાડીલાલ ડેમ તેમજ રણ વિસ્તાર , પાટણ જિલ્લામાં આવેલ છે , તે કચ્છનાં નાના રણનો એક ભાગ છે. કેટલાક ચાઈના , મંગૉલિયા , કઝાકસ્તાન , સાઈબિરીયા , રુસ જેવા ઠંડા પ્રદેશોથી આપણા દેશ માં આવે છે.