ETV Bharat / state

પાટણની ધારપુર હોસ્પિટલને મ્યુકોર માઇકોસિસના 100 ઇન્જેક્શનો ફાળવાયા - ધારપુર હોસ્પિટલ

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ફંગસથી ફેલાતા મ્યુકોર માઇકોસિસ રોગના દર્દીઓની સંખ્યા વધતાં આ રોગ ભરડો લે તે પહેલાં ધારપુર હોસ્પિટલમાં ઇન્જેક્શનો અને દવાઓની અછત દૂર કરી તાત્કાલિક જથ્થો પૂરો પાડવામાં આવે તે અંગેનો અહેવાલ ETV Bharatમાં પ્રકાશિત થતાં શહેરના રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ આ દિશામાં કાર્યરત બની હતી. જેને અનુલક્ષી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલને મ્યુકોર માઇકોસિસના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા એમફોટેરિસીન Bના 100 ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના સાત દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દીનું આજે મોત થતાં આ રોગથી પાટણ જિલ્લામાં પ્રથમ દર્દીનું મોત થયું છે.

પાટણ જિલ્લામાં મ્યુકોર માઇકોસિસથી પ્રથમ મોત

author img

By

Published : May 26, 2021, 8:37 AM IST

  • પાટણ જિલ્લામાં મ્યુકોર માઇકોસિસથી પ્રથમ મોત
  • ધારપુર સિવિલ હોસ્પિટલમાં આ રોગના દર્દીઓ સારવાર હેઠળ
  • બે દર્દીના નાકનું સફળ ઓપરેશન કરાયું
  • ધારપુરમાં મ્યુકોર માઈકોસિસનો 10 બેડનો વધુ એક વોર્ડ તૈયાર કરાયો

પાટણ: જિલ્લાની ધારપુર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 11 જેટલા દર્દીઓ પણ આવ્યા હતા. પરંતુ જરૂરી દવાઓ અને ઈન્જેકશનના અભાવે સ્થિતિ ગંભીર બનતા 8 દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. તે અંગેનો અહેવાલ ETV Bharatમાં પ્રકાશિત થયો હતો.

ધારપુરમાં મ્યુકોર માઈકોસિસનો 10 બેડનો વધુ એક વોર્ડ તૈયાર કરાયો

આ પણ વાંચો: મ્યુકોર માઇકોસીસના વધી રહ્યા છે કેસ, જાણો શું કહે છે આયુર્વેદ એક્સપર્ટ

એમફોટેરીસીન Bના 100 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ

રાજકીય આગેવાનોને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનો અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવા સરકારમાં રજૂઆત કરવા આહ્વાન કર્યું હતું. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા એમફોટેરીસીન Bના 100 ઇન્જેક્શનનો જથ્થો આજે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઇન્જેક્શનો મ્યુકોર માઇકોસિસના જરૂરિયાતમંદ દર્દીઓને ધારપુર સિવિલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

આ પણ વાંચો: મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

7 દર્દીઓ સારવાર લઈ રહ્યા

ધારપુર સિવિલ હોસ્પિટલમાં હાલ આ રોગના 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં બે દર્દીઓના નાકનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે અને બન્ને દર્દીઓની સ્થિતિ સારી છે. તો બીજી તરફ ગઈ 16 તારીખથી એક દર્દી કોરોના પોઝિટિવ બની સારવાર હેઠળ ધારપુર સિવિલમાં હતો. જેને મ્યુકોર માઇકોસિસનો ચેપ લાગતાં અને ફંગસ ફેફસાં સુધી પહોંચતા આજે તેનું મોત થયું હતું. આમ, આ રોગથી પાટણ જિલ્લામાં પ્રથમ મોત નોંધાયું છે.

10 બેડનો બીજો વર્ગ પણ તૈયાર

આ ઉપરાંત જિલ્લામાં આ રોગના દર્દીઓની સંખ્યા વધે તો તકેદારીના ભાગરૂપે ધારપુર સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો બીજો વર્ગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.