ETV Bharat / state

Family killed in an accident in Patan : પાટણ પાસે અકસ્માતમાં પરિવાર વીંખાયો, ડમ્પરે મારી હતી ટક્કર - પાટણમાં અકસ્માતો 2022

પાટણ - ડીસા હાઇવે પર વાગડોદ - વદાણી વચ્ચે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 3ના મોત થયાં છે. પરિવારને (Family killed in an accident in Patan) વીખી નાંખતી ઘટના વિશે વધુ જાણવા ક્લિક કરો.

Family killed in an accident in Patan : પાટણ પાસે અકસ્માતમાં પરિવાર વીંખાયો, ડમ્પરે મારી હતી ટક્કર

author img

By

Published : Feb 21, 2022, 6:46 PM IST

પાટણઃ આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ સરસ્વતી તાલુકાના રેચવી ગામે રહેતા રબારી આશીષ જામાભાઇ પોતાની બાઇક પર માતા કમળાબેન જામાભાઇ અને બહેન અસ્મિતાબેન જામાભાઇ રબારીને બેસાડી પાટણ - ડીસા હાઇવે ઉપર વાગડોદ -વદાણી વચ્ચેથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલ ડમ્પર નં.જીજે - યુ.યુ. - 5021ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા ત્રણે જણા રોડ ઉપર ફંગોળાયાં હતાં. આ અકસ્માતમાં ડમ્પરની ટક્કરથી માતા કમળાબેન અને પુત્રી અસ્મિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ પુત્ર આશિષને મહેસાણા ખાતે સારવાર અર્થે લઇ જતાં રસ્તામાં જ (Family killed in an accident in Patan) મોત (Accidental death In Vagdod Patan) નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ Pardi Highway Accident: પારડી હાઇવે પર બાઇક ચલાકને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત

પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે જંગરાલ ખસેડી

અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પોલીસ બોલાવી મૃતક માતાપુત્રીને પોસ્ટમોર્ટમ અર્થે જંગરાલની સરકારી હોસ્પિટલ ખસેડયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ પોલીસને (Patan Police ) હાઇવે પર દોડતા વાહનોની ગતિ નિયંત્રણ માટે સરકાર દ્વારા સ્પીડગન વાહનની ફાળવણી કરવામાં આવી છે. રેતી ભરી ડમ્પરચાલકો વધુ ફેરા કરવાની લ્હાયમાં હાઇવે પર પૂરઝડપે દોડે છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો (Patan Accidents 2022) સર્જે છે. છતાં પોલીસ દ્વારા આવા ડમ્પરો સામે કડક પગલાં ભરવામાં આવતાં નહી હોવાનો રોષ સ્થાનિકોએ વ્યકત કર્યો હતો. અકસ્માતની (Family killed in an accident in Patan) ઘટનાને પગલે મૃતકના કૌટુંબિક કાકાએ વાગડોદ પોલીસ મથકે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો (Accidental death In Vagdod Patan) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Child Death in Surat: સુરતમાં SMCની કચરાની ગાડીએ ત્રણ વર્ષના બાળકને અડફેટે લેતા મોત, કારચાલક ફરાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.