પાટણ: પાટણ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના 2 બોગસ તબીબો (Fake Doctors In Patan)ને પાટણ SOG પોલીસે ઝડપી લેતાં અન્ય બોગસ તબીબો (Bogus Doctors In Patan)માં ફફડાટ ફેલાયો છે. પોલીસે બંને તબીબો પાસેથી 10 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં કેટલાય લેભાગુ ડિગ્રી વગરના તબીબો (Doctors Without Degree In Gujarat)એ પોતાની હાટડીઓ ચાલું કરી લોકોને દવાના નામે ખંખેર્યા છે.
ઓડવાસમાં બોગસ ડૉક્ટર ઝડપાયો- આવા ઊંટવૈદોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. ત્યારે આવા જ 2 ડિગ્રી વગરના ડૉક્ટરો પાટણમાંથી મળી આવ્યાં છે. પાટણ શહેરમાં બુકડીથી હર્ષનગર (bukdi harshnagar patan) જવાના માર્ગે ઓડવાસની સામે જોગમાયા મંદિર પાસે આવેલી એક દુકાનમાં બોગસ ડૉક્ટર (Health Facilities Patan) પોતાની હાટડીઓ ચલાવતાં હતાં.
આ પણ વાંચો: ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો- ઓડવાસ સામેથી ઇબ્રાહિમભાઇ મહંમદભાઇ શેખ તથા ખત્રીવાસ પાસે જયેશ જયંતભાઈ ખત્રી પોતે ડૉક્ટર ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં (Crime In Patan) કરી રહ્યા હોવાની બાતમી પાટણ SOG પોલીસને મળી હતી. પોલીસે આ બંને તબીબોને રંગે હાથે ઝડપી લેતાં અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ બંને બોગસ તબીબો પાસેથી 10 હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.