ETV Bharat / state

Marks Improvement Scam : HNGUમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડની ચાર્જશીટ મામલે કારોબારીએ કુલપતિનો જવાબ ફગાવ્યો - MBBSના ગુણ સુધારણા કૌભાંડ

HNGU ખાતે કારોબારી બેઠકમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડ (Marks Improvement Scam) મુદ્દે કુલપતિએ પોતાનો જવાબ રજૂ કર્યો છે. કુલપતિએ આપેલા જવાબને ફગાવી દઈ ફાઇનલ સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરી છે. આ ઉપરાંત તપાસ અવળે પાટે ચડાવવામાં આવી રહી હોવાનું શિક્ષણવિદોમાં ગણગણાટ છે.

Marks Improvement Scam : HNGUમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડની ચાર્જશીટ મામલે કારોબારીએ કુલપતિનો જવાબ ફગાવ્યો

author img

By

Published : Jan 25, 2022, 12:21 PM IST

Updated : Jan 25, 2022, 1:12 PM IST

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) ખાતે કારોબારી બેઠકમાં MBBS ગુણ સુધારણા કૌભાંડ મુદ્દે કુલપતિ ડૉ. જે.જે.વોરાએ બંધ કવરમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જે અંગે લંબાણપૂર્વક ચર્ચા કર્યા બાદ કારોબારી સમિતિએ કુલપતિએ આપેલા જવાબને ફગાવી દઈ ફાઇનલ તપાસ માટે બે સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરી છે. MBBS ગુણ સુધારણા કૌભાંડને લઈ ફરી એકવાર મુદત લંબાતા દોષિતને કોણ તેને લઇ શિક્ષણવિદોમા ભારે ચર્ચાઓ જાગી છે.

યુનિવર્સિટી દ્વારા બે સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરવાનો નિર્ણય

HNGUમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડની ચાર્જશીટ મામલે કારોબારીએ કુલપતિનો જવાબ ફગાવ્યો

કારોબારી સમિતિની બેઠક (Executive Meeting of the University) દિલીપ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્ણ થયા બાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિને ચાર્જ સીટ આપવામાં આવી હતી. જેથી આજની બેઠકમાં તેઓએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો કે, 'જેમાં હું નિર્દોષ છું. મારા લેવલે કોઈ ગેરરીતિ થઈ નથી. મારાથી નીચેના લેવલના કર્મચારીઓ અથવા અન્ય કોઇની સંડોવણી હોઈ શકે તે રીતનો જવાબ રજૂ કર્યો છે.' જે અંગે લંબાણપૂર્વક ચર્ચા વિચારણા થઇ હતી. આ ઉપરાંત સર્વાનુમતે આ જવાબને ફગાવી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ હવે ફાઈનલ તપાસ માટે યુનિવર્સિટી દ્વારા બે સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં તપાસ અધિકારી તરીકે એચ.એન ખૈર અને રજૂઆત અધિકારી તરીકે એસ.એ. ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બંને સમગ્ર કૌભાંડની તપાસ કરશે.

આ પણ વાંચોઃ Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ

બે સભ્યોની સમિતિની રચના કરી

કારોબારીમાં સરકારના પ્રતિનિધી તરીકે ઉપસ્થિત રહેલા મહેશ મહેતાએ જણાવ્યું હતું કે, MBBSના ગુણ સુધારણા (Marks Improvement Scam) કૌભાંડ મામલે કુલપતિને ચાર્જશીટ આપતા તેઓએ જવાબ રજૂ કર્યો હતો. પરંતુ કારોબારીએ આ જવાબ ગ્રાહ્ય નહીં રાખી ખાતાકીય તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. જેની શિક્ષણ વિભાગને જાણ કરી માર્ગદર્શન મેળવી આગામી સપ્તાહમાં સમિતિની રચના કરાશે.

ગુણ સુધારણા કૌભાંડમાં મારો કોઈ રોલ નથી હું નિર્દોષ છું: કુલપતિ વોરા

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે જે વોરાએ જણાવ્યું કે, MBBSના ગુણ સુધારણા કૌભાંડમાં મારો કોઇ જ રોલ નથી. તેમજ ગેરરીતિ આચરનારને શોધી કડકમાં કડક સજા કરવી જોઇએ.

તપાસ અવળે પાટે ચડાવવામાં આવી રહી હોવાનો શિક્ષણવિદોમાં ગણગણાટ

રાજ્ય સરકારની તપાસ સમિતિએ MBBSના ગુણ સુધારણા કૌભાંડ મામલે અહેવાલ આપ્યો હતો. છતાં બિલ્લી મોભની જેમ આ પ્રકરણની તપાસને હળવે માર્ગે ચઢાવવામાં આવી રહી હોવાનું નાટક શિક્ષણવિદો અને નગરજનોમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ HNGU University Recruitment Scam : HNGU યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખી આપી ચિમકી

Last Updated : Jan 25, 2022, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.