ETV Bharat / state

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ - Gram Panchayat Election news

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા આવી રહ્યા છે ત્યારે સાંજ સુધીમાં ભારે મતદાન થવાની સંભાવના જોવા મળી રહી છે.

મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
author img

By

Published : Feb 28, 2021, 3:53 PM IST

  • પાટણમાં મતદાન મથકો ઉપર મતદારોનો જોવા મળ્યો ઘસારો
  • ધારાસભ્યએ કર્યું મતદાન
  • ભાજપના મહિલા મંત્રીએ કર્યું મતદાન

પાટણ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ સવારથી મતદાન મથકો ઉપર મતદાન કરવા માટે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણના પ્રદેશ ભાજપના મહિલા મંત્રી જયશ્રીબેન દેસાઈએ પોતાના પરિવાર સાથે શહેરની આનંદ પ્રકાશ વિદ્યાલયમાં મતદાન કર્યું હતું અને દરેક મતદારોને લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સાથે જ જિલ્લામાં ભાજપની સરકારે કરેલા વિકાસ કામોને લઈ પ્રજા ફરીથી ભાજપને સેવા કરવાનો મોકો આપશે એમ જણાવી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાવવાનો દાવો કર્યો હતો.

ચૂંટણીમાં મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
ચૂંટણીમાં મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ

કુલ 150 ઉમેદવાર વચ્ચે જામ્યો જંગ

પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ મળી 150 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે. જેમાં 44 ઉમેદવારોને વિજયી બનાવવા મતદારો મતદાન કરી રહ્યા છે. ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પણ શહેરની આનંદ પ્રકાશ વિદ્યાલય આવી મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાનો સહયોગ આપ્યો હતો. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, મોંઘવારી પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવોને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 18 પાટણ વિધાનસભાની 6 બેઠકો પાટણ નગરપાલિકાની 27 બેઠકો અને પાટણ તાલુકા પંચાયતની બેઠકો કોંગ્રેસ પૂર્ણ બહુમતીથી હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સિદ્ધપુરના ધારાસભ્યએ કર્યું મતદાન

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના માદર વતન સુજનીપુર ગામમાં પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન કર્યું હતું. તેઓએ સિદ્ધપુર નગરપાલિકા સિધ્ધપુર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બહુમતીથી સત્તા મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.