ETV Bharat / state

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ખરીદવા લોકોમાં અનેરો ઉત્સાહ

હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga)અંતર્ગત પાટણમાં રાષ્ટ્રધ્વજ ખરીદવા લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો હર્ષ  સાથે રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે. ખાદી ભંડાર તેમજ હેડ પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે. લોકોએ પોતાના ઘર ઓફિસ અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લેહરવા માટેની ખરીદી કરી છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ખરીદવા લોકોમાં અનેરો ઉત્સાહ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ખરીદવા લોકોમાં અનેરો ઉત્સાહ
author img

By

Published : Aug 9, 2022, 10:21 PM IST

પાટણઃ આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga)અં ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન (Har ghar tiranga campaign date)તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે વિવિધ પોસ્ટ ઓફિસો અને ખાદી ભંડારોમાં પણ રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

હર ઘર તિરંગા

પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ - પાટણમાં પણ ત્રણ દરવાજા ખાતે (Har Ghar Tiranga campaign)આવેલ ખાદી ભંડારમાં અને મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ (Sale of Post Office Flags)કરવામાં આવી રહ્યું છે, જેને લઇ રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. જેથી સારા એવા પ્રમાણમાં આવક પણ થવા લાગી છે.

આ પણ વાંચોઃ હર ઘર તિરંગા: ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તથા સંતો ઉત્સાહભેર જોડાશે

પાંચ દિવસમાં 4200 તિરંગાનું થયું વેચાણ - પાટણ શહેરના ત્રણ દરવાજા ખાતે આવેલ ખાદી નિકેતનના મેનેજર પરસોતમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એ જણાવ્યું હતું કે 5 દિવસથી રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 4200 જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે જેને કારણે ખાદી ભંડારને દોઢ લાખથી વધુની આવક થઇ છે. ખાદી ભંડાર ખાતે પ્રથમવાર જ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે. લોકોએ રાષ્ટ્રધ્વજ ખરીદવામાં અનેરો ઉત્સાહ દાખવ્યો છે. સરકારના હર ઘર તિરંગા અભિયાનને કારણે રાષ્ટ્રધ્વજ બનાવનાર કારીગર થી લઈને વેચનાર તમામ લોકોને રોજગારી મળી છે ખાદી ભંડાર પણ પગભર થયો છે.

પાટણ પોસ્ટ વિભાગને 3 લાખથી વધુની આવક - પાટણ મુખ્ય હેડ પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર પીએ ભીલે જણાવ્યું હતું કે, પાટણ પોર્ટલ ડિવિઝનના તાબા હેઠળની નાની મોટી તમામ 271 જેટલી પોસ્ટ ઓફિસોમાં ટેલી ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે 25 રૂપિયાના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 21000 તિરંગા મંગાવ્યા હતા તેની સામે 12,800 નો સ્ટોક આવ્યો હતો તેમાંથી 12,500 નું વેચાણ થઈ ગયું છે. હાલમાં માત્ર 300 નો સ્ટોક છે જે પણ પૂરો થઈ જશે બીજા 10,000 તિરંગા મંગાવ્યા છે જે આવશે એટલે 15 મી તારીખ સુધી તેનું પણ વેચાણ કરવામાં આવશે અત્યાર સુધીમાં 12,500 તિરંગા નું વેચાણ થયું છે જેનાથી પોસ્ટને 3 લાખ રૂપિયાની આવક થઈ છે.

આ પણ વાંચોઃ સ્કૂલના વિદ્યાર્થીઓએ 75 શૂરવીરોના નામ અને ફોટા સાથે 400 ફૂટ લાંબી રાખડી બનાવી

વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને લોકો આવકાર - પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે દરેક લોકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. પાટણમાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા માત્ર 15 મી ઓગસ્ટના દિવસે એક દિવસ સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો હતો. પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

તિરંગા બનાવનાર વર્કરોનેરોજગારી - દેશની પ્રજાને જાગૃત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા આવા કાર્યક્રમો સતત થવા જોઈએ. તો મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે તિરંગાની ખરીદી કરવા આવેલ દાદર પ્રાથમિક શાળાના આચાર્ય જયેશ ચંદ્ર સાધુએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનું હર ઘર તિરંગા અભિયાન ખૂબ સરસ છે આનાથી દેશ પ્રેમ અને રાષ્ટ્રભાવના લોકોમાં જાગૃત થશે સરકારના આવા અભિયાનને દરેક વ્યકતીએ સફળ બનાવવું જોઈએ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બનાવનાર વર્કરોને પણ સારા એવા પ્રમાણમાં રોજગારી મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.