ETV Bharat / state

પાટણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 15 માર્ચે યોજાશે - પાટણ નગરપાલિકાની ચૂંટણી

પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ અંગેની જાહેરાત કરી છે. ચૂંટણી 15મી માર્ચના રોજ નગરપાલિકામાં 11:00 વાગ્યે યોજાશે. ચૂંટાયેલા તમામ સભ્યોને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે.

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 15 માર્ચે યોજાશે

author img

By

Published : Mar 10, 2021, 3:42 PM IST

Updated : Mar 10, 2021, 7:16 PM IST

  • પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
  • નગરપાલિકા સભાખંડમાં યોજાશે ચૂંટણી
  • ભાજપ સંગઠનમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામ અંગે ચાલી રહ્યું છે ચિંતન

પાટણ: કલેક્ટરે જારી કરેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની અધિસૂચનામાં જણાવ્યું છે કે, પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટાયેલા સદસ્યોના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. જેથી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 15 માર્ચ 2021ના રોજ 11:00 વાગ્યે નગરપાલિકાના સભાખંડમાં યોજાશે. નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચોથા રોસ્ટર પોઈન્ટ મુજબ મહિલા ઉમેદવાર નક્કી થયેલા છે. આ માટે અધ્યાસી પ્રમુખ અધિકારી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે.

આ પણ વાંચો: 17 માર્ચના રોજ રાજકોટ જિલ્લા અને 11 તાલુકામાં પ્રમુખ, ઉપપ્રમુખોની થશે વરણી

ચૂંટણીમાં ભાજપે 38 અને કોંગ્રેસે 05 બેઠકો મેળવી

પાટણ નગરપાલિકાની ચૂંટણી ગઈ 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને તેની મતગણતરી બીજી માર્ચે થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના 38, કોંગ્રેસના 05 અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. હવે 2021થી 2026 સુધીની પાંચ વર્ષની ટર્મના પહેલાં અઢી વર્ષ માટેના મહિલા સામાન્ય વર્ગમાંથી પ્રમુખ અને સામાન્ય વર્ગમાંથી ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી છે. 38 બેઠકોની પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવેલા ભાજપમાં સંગઠન સ્તરે નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામો અંગે ચિંતન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: મોરબીમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો

Last Updated : Mar 10, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.