ETV Bharat / state

પાટણ જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે - વિધાનસભાની ચૂંટણી

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોની (Election of Gram Panchayats) આગામી ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી જાહેરાત (Election announcement) કરી છે, જેને પગલે પાટણ જિલ્લામાં પણ 184 ગ્રામ પંચાયતો અને તેના કુલ 1552 વોર્ડની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઇ પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પાટણ જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે

author img

By

Published : Nov 23, 2021, 4:19 PM IST

  • પાટણ જિલ્લામા 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે
  • ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ
  • સરપંચોની સાથે 1552 વોર્ડના સભ્યોની પણ ચૂંટણી યોજાશે
  • ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો

પાટણ: જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરે (Election of Gram Panchayats) પાટણ તાલુકાની 9 ગ્રામ પંચાયતોના 80 વોર્ડ, સરસ્વતી તાલુકાની 17 ગ્રામ પંચાયતોના 142 વોર્ડ, સિદ્ધપુર તાલુકાની 23 ગ્રામ પંચાયતોના 198 વોર્ડ, ચાણસ્મા તાલુકાની 15 ગ્રામ પંચાયતોના 126 વોર્ડ, હારીજ તાલુકાની 12 ગ્રામ પંચાયતોના 100 વોર્ડ, સમી તાલુકાની 26 ગ્રામ પંચાયતોના 226 વોર્ડ, શંખેશ્વર તાલુકાની 15 ગ્રામ પંચાયતોના 128 વોર્ડ રાધનપુર તાલુકાની 38 ગ્રામ પંચાયતોના 318 વોર્ડ અને સાંતલપુર તાલુકાની 29 ગ્રામ પંચાયતોના 244 વોર્ડની ચૂંટણી યોજાશે. જેમાં 184 સરપંચો અને 1552 સભ્યો ચૂંટાશે.

પાટણ જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે

આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

જીલ્લામાં આચારસંહિતા અમલી બની

ચૂંટણીનું જાહેરનામું (Election announcement) બહાર પડતા આચારસંહિતા અમલી બની છે. બેલેટ પેપરથી યોજાનાર આ ચૂંટણીમાં 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 6 ડિસેમ્બરના રોજ ચકાસણી કરાશે. 7 ડીસેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. ૧૯ ડિસેમ્બરના રોજ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો: Gujarat BJP : પાટીદારોના પ્રાંગણમાં ભાજપ નેતાઓના અલગ-અલગ સૂર

સરપંચો અને વોર્ડની બેઠકોનું રોટેશન કામગીરી પૂર્ણ કરાઈ

અધિક નિવાસી કલેકટર એન,ડી. પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા (District Administration) ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરાઇ છે. જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠકોના અને વોર્ડની બેઠકો માટેનું રોટેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. મતદાર યાદીની પ્રસિદ્ધિ પણ પૂર્ણ કરાઇ છે. સ્ટેશનરી છાપકામ સહિતની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. જિલ્લામાં પૂરતી સંખ્યામાં મતપેટીઓ ઉપલબ્ધ છે. ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ પોતાના સમર્થ એવા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારી જીતાડી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Assembly elections) તેનો લાભ લેવાની તૈયારીઓ આરંભી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.