પાટણ: પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાશવારે નાના-મોટા અકસ્માતોના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. 20 દિવસ અગાઉ જ મોટી પીપળી નજીક એક સાથે સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ઊંઝા ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સંગ્રામભાઈ ચૌધરી બેચરાજી રૂટની એસટી બસ લઈને પોતાના નિયત સમયે બેચરાજી પહોંચ્યા બાદ એસ.ટી બસ લઈને પરત ઊંઝા તરફ નીકળ્યા હતા. તેઓ પોતાની એસ.ટી ગંગેટ જીતોડા રોડ ઉપરથી લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેઓને ચક્કર આવતા સ્ટેરરિંગ પરનો કાબુ ગુમાવી દેતા એસટી બસ રોડ સાઈડન ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા એસટીનો આગળના ભાગનો ખુરદો થયો હતો.
![એસટી બસ ઝાડ સાથે ટકરાતા અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17914274_01.jpg)
મહામુસીબતે ડ્રાઇવરને બહાર કાઢ્યો: અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘાયલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બસના સ્ટેરીંગ અને સીટ વચ્ચે ડ્રાઇવર ફસાઈ જતા એક જેસીબી અને બે ટ્રેક્ટર ની મદદથી ગામ લોકોએ બસના કેબિનનો ભાગ તોડીને ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરના બંને પગે ગંભીર જાઓ થતાં તેના બંને પગ કપાયા હતા.
આ પણ વાંચો bus accident : લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી, બસ ચાલકને થઈ ઇજા
ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી: અકસ્માતની ઘટના અંગે 108 ને જાણ કરાતા સંડેર, ભાંડુ અને ધારપુરની 108 ની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન એસ.ટી ડ્રાઇવરનું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. મૃતકની લાશને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચાલુ એસ.ટી બસે ડ્રાઇવરને અચાનક ચક્કર આવી જતા સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા એસ.ટી રોડ સાઈડ પર ઝાડ સાથે ટકરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Rajkot News: રાજકોટમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા આખલો ખાબક્યો, રેસ્ક્યુ કરાયો
ચક્કર આવતા સર્જાયો અકસ્માત: અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં હાર્ટ અટેક સાથે ઓચિંતા મોતના બનાવો વધી રહ્યા છે રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ પણ શરૂ થયો છે ત્યારે તેવા સમયે વાહન ચાલકોની આકરી કસોટી થાય છે. ગરમીને કારણે વાહન ચાલકો સહિત અન્ય લોકો પણ આ કુળ વ્યાકુળ બને છે. શરીરનું સંતુલન ડગમગતા ચક્કર બીપીના બનાવો પણ વધી રહ્યા છે. આ અકસ્માતના બનાવમાં પણ પ્રાથમિક અંદાજ મુજબ ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.