મળતી માહીતી મુજબ, રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ગૌણ સેવા પસંદગી દ્વારા ક્લાર્ક અને આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થયાનો મામલો વધુ તેજ બન્યો છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પરીક્ષામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે સરકારમાં લેખિત રજૂઆત કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ ગત ડિસેમ્બર માસમાં લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા બાદ પાસ થયેલા ઉમેદવારોને હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં ન આવતા તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જુદા જુદા પાંચ જેટલા મુદ્દાઓ અંગે ડો. કિરીટ પટેલે સરકારમાં રજૂઆત કરી છે.
કોંગ્રેસ ધારાસભ્યએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે ખાસ બેઠક કરવા પાટણથી રવાના થયા છે. આ સાથે જ ધારાસભ્ય કિરીટ પટેલે ઉચ્ચ અભ્યાસ અને મેડિકલની વિદ્યાર્થીનીઓને મળતી કન્યા કેળવણી નિધિનો લાભ આપવા પણ ચર્ચા કરનાર છે. તેમજ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં બી.એચ.એમ.એસ અને બી.એ.એમ.એસ.નું ઉત્તર ગુજરાતના પાટણ ખાતે હેલ્પ સેન્ટર શરૂ કરવા અંગે પણ ચર્ચા કરશે.