ETV Bharat / state

International Yoga Day 2022: અશુદ્ધ વાતાવરણમાં લોકોને સ્વાથ્ય શારૂ રાખવા યોગ કરવા જોઈએ - Eighth World Yoga Day

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી (International Yoga Day 2022 )પાટણ પી કે કોટાવાલા આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે. આ ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં યોગ સાધકો એ વિવિધ મુદ્રામાં યોગ નિદર્શન કર્યું હતું.

International Yoga Day 2022: અશુદ્ધ વાતાવરણમાં લોકોને સ્વાથ્ય શારૂ રાખવા યોગ કરવા જોઈએ

author img

By

Published : Jun 21, 2022, 12:59 PM IST

પાટણઃ 21મી જૂનને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે (International Yoga Day 2022 )ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં વિવિધ શૈક્ષણિક સંકુલો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર યોગ નિદર્શનના કાર્યક્રમો કરી યોગ દિવસની ઉજવણી કરે છે. દરેક વ્યક્તિ નિયમિત રીતે યોગ કરીને નીરોગી બને તેવા સંદેશા આપે છે. આ વર્ષે આઠમો વિશ્વ યોગ દિવસ 'માનવતા'માટે યોગની થીમ(Yoga Day 2022) સાથે ઉજવાયો હતો.

યોગ

આ પણ વાંચોઃ International Yoga Day 2022: યોગ દિવસ નિમિત્તે બનાવાઈ ભવ્ય રંગોળી

પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પી કે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન પ્રદીપ પરમારની અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈસુર ખાતેથી લાઈવ સંબોધન કરી દેશવાસીઓને યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. યોગ વ્યક્તિ માટે નહીં સંપૂર્ણ માનવતા માટે છે તેમ જણાવી વડાપ્રધાને યોગને પાર્ટ ઓફ લાઈફ નહીં પરંતુ વે ઓફ લાઈફ બનાવવા અનુરોધ કર્યો હતો. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોગ ટ્રેનરો દ્વારા યોગ સાધકોને અલગ-અલગ મુદ્રાઓમાં યોગ કરાવ્યા હતા.

યોગ
યોગ

આ પણ વાંચોઃ PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"

વિશ્વ યોગ દિવસની ઉજવણી - જિલ્લાના દરેક તાલુકામાં 1 અને નગરપાલિકામાં 1 સેન્ટર એમ કુલ 18 સેન્ટરો ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ, પ્રદેશ ભાજપના પૂર્વ મહાપ્રધાન કે.સી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી યોગ નિદર્શન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.