પાટણ: જિલ્લાના સાંતલપુર તાલુકાના એવાલ ગામમા ડેઝર્ટ સફારી રિવ્યૂ અંગેની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજીત આ રીવ્યુ બેઠકમાં કલેક્ટરે વોચ ટાવર પર પહોચી ઇકો ટુરિઝમ સ્થળનું દૂરબીન વડે નિરીક્ષણ કર્યુ હતું.
આ પણ વાંચો પાટણમાં નાળાના પાણીને કારણે શિક્ષણ અદ્ધરતાલ, એડમિશન પર લટકતી તલવાર
રણની શરૂઆત: પાટણ બનાસકાંઠા અને ઇન્ટરનેશનલ બોર્ડર લાઈન પાકિસ્તાન નજીક રણની કાંધીએ આવેલ પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો જ્યાં કચ્છનું નાનું અને મોટા રણની શરૂઆત થાય છે. તેવા છેવાડાના આ તાલુકાને વિકાસ સાથે ધમધમતું કરવા માટે પાટણ જિલ્લા વન વિભાગે બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 434.0800 હેકટરમાં રૂપિયા 2.69 કરોડના ખર્ચે ટુરિઝમ સ્પોટ,સર્કિટ તેમજ પ્રવાસન સર્કિટ નો એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. 10 હજાર સ્ક્વેરમાં એક ઈકો ટુરિઝમ સ્પોટ આકાર પામી રહ્યું છે.
રસ ધરાવતા સહેલાણીઓ: પ્રવાસીઓ તેમજ પર્યાવરણમાં રસ ધરાવતા સહેલાણીઓ માટે રહેવા, જમવા સહિત જંગલ સફારી, વન્ય જીવ દર્શન, અને ધાર્મિક સ્થળોની એક પ્રવાસન સર્કિટ તૈયાર કરી છે. અને તેની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીએ એવાલ ગામે નિર્માણ થતા ઇકો ટુરિઝમ સાઈટની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ વોચ ટાવર પર પહોચી ઇકો ટુરિઝમ સ્થળનું દૂરબીન વડે નિરીક્ષણ કર્યુ હતું.
આ પણ વાંચો પાટણવાસીઓ પર આવી આફત, હવે આગામી 25 દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી
ટુરિઝમ સાઈટને વિકસાવવા: લેકટરે આ ઈકો ટુરિઝમ સાઈટને વિકસાવવા માટે શું-શું પગલાં લેવા તે વિશેની ગહન ચર્ચા નાયબ વન સંરક્ષક સાથે કરી હતી. તેમજ જરુરી સલાહ સૂચનો પણ કર્યા હતા.સાંતલપુરના એવાલ ગામ પાસે 2 એકર વિસ્તારમા 10 હજાર સ્ક્વેર મીટરમાં મુલાકાતીઓ,વિદ્યાર્થીઓ માટે સારીરિક કૌશલ્ય તેમજ ગાર્ડન અને વોચ ટાવર ,પ્લે ગ્રાઉન્ડ બની રહ્યું છે. અને નેનો ક્રિકેટ સ્ટેડિયમ ની મંજુરી મળી છે. સાથે સાથે ટુરિઝમ સર્કિટમાં ઈશ્વરિયા મહાદેવ, સરગુડીયા બેટ, રણ દર્શન, સગતમાતાનું મંદિર, વરુડી માતાનું મંદિર તેમજ ડુંગરાળ પ્રદેશ, 3 કિમી વિસ્તાર માં ચિંકારા, હરન, ઘુડખર, રણ લોકડી, શિયાળ, તેમજ, બર્ડ વૉચિંગ, જોવા મળી શકે છે.