- 152 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે 463 ઉમેદવારો ચૂંટણી લડશે
- ચૂંટણીમાં 338133 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
- ઉમેદવારો અને મતદારોને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા કરી અપીલ
પાટણ: પાટણ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને (District Collector organized a press conference)સંબોધતા જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat Elections 2021) જિલ્લાના કુલ 456 મતદાન મથકો ઉપર 3,38,133 મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે, જેના માટે 66 ચૂંટણી અધિકારીઓ 66 મદદનીશ અધિકારી, 520 પ્રીસાઇન્ડિંગ ઓફિસર તથા 1704 પોલીંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવી છે, હાલમાં આ તમામની તાલીમ ઉપરાંત બેલેટ પેપર પ્રિન્ટિંગ અને મતદાન પેટીની વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારો તથા મતદારોને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા માટે અપીલ કરી છે.
સ્થિતિ જાળવવા 1100 પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે
પાટણ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે અંગે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાને કુલ 53 સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેમાં તમામ સેકટરમાં મોબાઈલ વાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તો સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને સામાન્ય બુથ આઈડેન્ટિફાઈ કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચૂંટણીમાં 550 પોલીસ જવાનો, 600 જેટલા હોમ ગાર્ડ તથા સુપરવિઝન માટે નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટરને ફરજ સોંપવામાં આવશે.
ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ
આમ પોલીસ અધિક્ષક કક્ષાએથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ તૈયારીઓ કરાઈ છે. આમ પાટણ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Election boycott in Bolav Village : બોલાવ ગામના લોકોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર
Gram Panchayat elections 2021: રાજ્યના 10 હજાર ગામડાઓમાંથી 30,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા