- ગાજરના ઉત્પાદનમાં ચાલુ વર્ષે 40 ટકાનો ઘટાડો
- વધુ વરસાદને કારણે ગાજરનું ઓછું ઉત્પાદન થયું
- શાકમાર્કેટમાં રોજની 2 હજાર બોરીની થઈ રહી છે આવક
- 160 થી 225 સુધીની હરાજી બોલાઈ રહી છે.
- એશિયામાં સૌથી વધુ ગાજરનું ઉત્પાદન પાટણ પંથકમાં થાય છે
રાજ્યમાં સૌથી વધુ ગાજરનું ઉત્પાદન કરતા પાટણ પંથકમાં આ વખતે શિયાળાની સીઝનમાં ગાજરની આવક ગત વર્ષની સરખામણીમાં 40 ટકા જેટલી ઓછી હોવાના કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવો મળતા નથી ત્યારે રાજ્ય સરકારે પાટણ પંથકના ગાજર પકવતા ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરી ગાજરના પોષણક્ષમ ભાવો મળી રહે તેવું આયોજન કરવાની માગ ખેડૂતોમાં પ્રબળ બની છે.
ખેડૂતોને ગાજરના ભાવ મળવા જરૂરી
શિયાળાની શરૂઆત થતાં જ પાટણ પંથકના લાલ ચટાક ગાજરથીની માગ વધતી હોય છે. વિટામિનની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ ગણાતા ગાજરની આ વખતે વધુ વરસાદના કારણે આવક ઓછી થઈ છે અને તેના ઉત્પાદનમાં પણ 40 ટકા જેટલો ફરક નોંધાયો છે. જે અંગેની વિસ્તૃત માહિતી આપતા પાટણ સરદાર પટેલ શાક માર્કેટના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રોજની 200 જેટલી આવક થઈ રહી છે. ગાજરના ભાવ 160થી 250 સુધી હરાજીમાં રહ્યા છે. આ વર્ષે ગાજરની આવક ગત વર્ષની તુલનામાં 30થી 40 ટકા ઓછી છે. આ વખતે વધુ વરસાદને કારણે ગાજરની ક્વોલિટી જોઈએ તેવી સારી નથી જેના કારણે રાજસ્થાનનું ગાજર બજારમાં વેચાઇ રહ્યું છે. સમગ્ર એશિયામાં ગાજરનું સૌથી મોટું વધુ ઉત્પાદન પાટણ પંથકમાં થાય છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી જેના કારણે તેમની વાર્ષિક આવકમાં ખોટ પડી રહી છે. વિટામિનની દ્રષ્ટિએ ગાજરની ગુણવત્તા સૌથી વધારે ગણાતી હોય છે, ત્યારે આ માટે ખેડૂતોને ગાજરના ભાવ મળવા જરૂરી છે.
કોલ્ડ સ્ટોરેજની માગ ઉઠી
પાટણ પંથકના ગાજર સુરત વડોદરા અમદાવાદ મુંબઈ જેવા શહેરમાં વેચાતા હોય છે. દરરોજ સાંજે ગાજરની હરાજી ચાણસ્મા હાઇવે રોડ પર આવેલા સરદાર પટેલ શાક માર્કેટમાં બોલાતી હોય છે અને ત્યાંથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આ ગાજરને નિકાસ થતી હોય છે રાજ્ય સરકારે આ બાબતે પાટણ પંથકના ગાજર પકવતા ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવાની જરૂર છે સરકારે આંતરરાષ્ટ્રીય કંપનીઓને સંપર્ક કરી ગાજરની ખેતી કરતા ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવો મળી રહે તે પ્રકારનું આયોજન ગંભીરપણે વિચારી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઇએ તેવી ખેડૂતોની માંગણી અને લાગણી પ્રબળ બનવા પામી છે.