- પાટણ તાલુકામાં છેલ્લા બે દિવસમાં તળાવમાં ડૂબવાથી ત્રણના મોત
- રણુંજમાં 28 વર્ષીય યુવાનનું તળાવમાં ડૂબતાં થયું મોત
- યુવકના મોતને પગલે પરિવારજનોમાં છવાયો શોક
પાટણ : રણુંજ ગામના તળાવમાં બુધવારે સવારના સમયે પાણી ઉપર એક મૃતદેહ તરતો દેખાતાં ગામલોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાએ તે બહાર નીકાળી ઓળખવિધી કરતાં ગામનો જ યુવાન નીતિનભાઇ ( ઉ.વ.28 ) હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો આ યુવાનનો પગ લપસતા તળાવના પાણીમાં ડુબી ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે. યુવકને મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
આ પણ વાંચો : ફતેહગઢ નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા યુવાનનો પગ લપસતાં ડૂબી જવાથી થયું મોત
બે દિવસ પહેલા જ ત્રણ બાળકોના મોત થયા હતા
બે દિવસ અગાઉ સંખારી ગામે વૃદ્ધ દાદાની સાથે પશુધનને પાણી પીવડાવવા સાથે ગયેલા ત્રણ બાળકોના પગ લપસતા તળાવમાં ડૂબ્યા હતા. જેમાંથી બેના મોત નિપજ્યા હતા. જ્યારે એકને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ બનાવ હજુ લોકોના માનસપટ ઉપર છવાયેલો છે, ત્યારે ફરી આજે બુધવારે રણુંજ ગામે ડૂબી જવાથી મોત થતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.