ETV Bharat / state

Cyclone Biparjoy: વાવાઝોડાને પગલે સાંતલપુરના રણમાંથી 13200 અગરિયાઓનું સ્થળાંતર કરાયું

બિપરજોય વાવાઝોડાની અસરને લઈને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રણમાં મીઠું પકાવતા 13200 અગરિયાઓને સ્થળાંતરિત કરાયા છે. સરહદી વિસ્તારના 31 ગામોને હાઈ એલર્ટ કર્યા છે. વાવાઝોડા દરમિયાન જિલ્લાવાસીઓને બહાર ન નીકળવા જિલ્લા કલેકટરે અપીલ કરી છે.

Cyclone Biparjoy:
Cyclone Biparjoy:
author img

By

Published : Jun 14, 2023, 7:39 PM IST

રણમાંથી 13200 અગરીયાઓનું સ્થળાંતર કરાયું

પાટણ: બિપરજોય વાવાઝોડું 15 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડા અને વરસાદની આગાહી કરાતા પાટણ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. સાંતલપુરના સરહદી વિસ્તારોમાં લોકો મીઠાના રણમાં મીઠુ પકવવા માટે આવતા હોય છે. તેમની સુરક્ષાને ધ્યાને લઈને અગરિયાઓને સુરક્ષિત સ્થળે સ્થાળાંતરિત કરી દેવામાં આવ્યા છે.

" કુલ 13,200 અગરિયાઓને સ્થાળાંતરીત કરી દેવામાં આવ્યા છે. બનાસ નદીના કુલ 11 જેટલા સંવેદનશીલ વિસ્તારો તેમજ સરસ્વતીના કુલ 9 જેટલા વિસ્તારોમાં પુરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રણ વિસ્તારમાં આવેલા સાંતલપુરના 17 ગામડાં, સમીના 10 અને શંખેશ્વરના 4 એમ કુલ 31 જેટલાં ગામોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. " - અરવિંદ વિજયન, જિલ્લા કલેક્ટર

હેલ્પલાઈન નંબર કર્યો જાહેર: જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પાટણ જિલ્લાના લોકોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના જિલ્લા વહીવટીતંત્ર પર વિશ્વાસ મુકવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે વાવાઝોડાની આગાહી દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરથી બહાર ન નીકળે. વીજળીના થાંભલા તેમજ વૃક્ષોથી દુર રહેવું. કોઈપણ જાતની તકલીફ લાગે તો જિલ્લા કંન્ટ્રોલ રૂમ નં. 02766 224830 પર સંપર્ક કરવો.

31 ગામોને હાઈ એલર્ટ કર્યા
31 ગામોને હાઈ એલર્ટ કર્યા

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો સૌથી વધુ રહેલો છે. IMD અનુસાર પાટણ જિલ્લામાં 16 અને 17 જૂને અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદ અને વાવાઝોડાથી લડવા માટે પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તા. 15 અને 16 જૂને વાવાઝોડા અને વરસાદની શક્યાતા રહેલી છે.

  1. Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
  2. Biporjoy Cyclone: વાવાઝોડાની અસર શરૂ થતાં દરિયા કિનારે ભારે કરંટ, વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર
  3. Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.