પાટણ: અડધો જુલાઈ વીતી ગયો છતાં પાટણ જિલ્લામાં ખેડૂતો (Cultivation in Patan) ખરીફ વાવેતરમાં ખાસ કરીને બીટી કપાસનું વાવેતર કરી શક્યા છે. બાકીના બાજરી, મગ, મઠ, અડદ, ગવાર, તુવેર, તલ અને ઘાસચારો સહિતના પાકની વાવણી વિલંબમાં પડી છે. મોટાભાગનું વાવેતર બાકી છે કારણકે ગયા વર્ષે 21 જુને વરસાદની શરૂઆત થઈ હતી અને બે થી ત્રણ દિવસમાં 15% વરસાદ થયો હતો એટલે કે વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા હતા. જ્યારે ચાલુ વર્ષે શરૂઆતમાં વરસાદ ખેંચાતા 21 જુને માત્ર ચાર ટકા વરસાદ થયો હતો 2 જુલાઈએ સારા વરસાદની શરૂઆત થઈ હતી અને 6 જુલાઈ સુધીમાં 15% વરસાદ થયો હતો. તેમાં પણ કેટલાક તાલુકામાં વાવણીલાયક વરસાદ થયો ન હતો. હાલમાં સરેરાશ 25% વરસાદ થયો છે.
આ પણ વાંચો: પ્રિ-મોન્સુનની કામગીરીને લઇને કોંગ્રેસ કર્યો વિરોધ અનોખો વિરોધ....
ખેડૂતો મૂંઝવણમાં મુકાયા: જેમાં પાટણ, સિધ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે. પરંતુ છેલ્લા અઠવાડિયાથી દરરોજ વરસાદ વરસતો હોવાથી અને વાદળછાયુ વાતાવરણ રહેતા વાવણી કરવા માટે ભેજ ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.વરસાદ વિરામ લેતો ખેડૂતો વાવેતર કરી શકે તેમ છે. ગત વર્ષે ૮ જુલાઈ સુધીમાં 96198 હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ હતું જ્યારે હાલમાં માત્ર 26754 હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે ગયા વર્ષની સરખામણીએ 70 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે. ખરીફ પાકના વાવેતરમાં 15 દિવસ જેટલું મોડું થયું છે. જેના કારણે કઠોળ, બાજરી જેવા પાકોનું વાવેતર ઘટવાની શક્યતા છે. ત્યારે હવે વરસાદ વિરામ લેતો ખેડૂતો વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો:ETV Bharat ના અહેવાલ બાદ સરકારનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો