પાટણ: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. જેને પગલે ભારત અને ગુજરાતમાં 14 દિવસથી લોકડાઉન અમલી છે. તેથી જનજીવન પર માઠી અસર થઈ છે. આવી કપરી પરિસ્થિતિમાં સરકારે ગરીબો માટે અનેક રાહત પેકેજો જેવા કે રાશન પુરવઠો વિના મૂલ્યે આપવો, ઉજવલા યોજના હેઠળ ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર મફત આપવા તેમજ જનધન બેન્ક ખાતું ધરાવનાર ખાતેદારોનાં ખાતામાં સરકાર ત્રણ મહિના સુધી રૂપિયા 500 આપવાની જાહેરાત કરી છે.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-jandhanlandlordssetuplinestoraisemoney-photostory-7204891_07042020181712_0704f_02423_275.jpg)
સરકારે જનધન બેન્ક ખાતેદારોના ખાતામાં પૈસા જમા કરાવતા પાટણ શહેરની વિવિધ બેન્કો આગળ પૈસાની લેવડ દેવડ માટે લાંબી કતારો જોવા મળી હતી. બેન્કની અંદર પાંચ-પાંચ વ્યક્તિઓને જવા દેવામાં આવતા હતા પણ બહાર લાંબી કતારો જોવા મળી હતી.
સરકાર એક બાજુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરે છે. ત્યારે પાટણમાં બેન્કો આગળ સોશિયલ ડિસ્ટન્સ અને કલમ-144ના જાહેર નામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-jandhanlandlordssetuplinestoraisemoney-photostory-7204891_07042020181712_0704f_02423_856.jpg)