ETV Bharat / state

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લેશે પાટણની મુલાકાત - સી.આર.પાટીલ

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગામી તારીખ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ પાટણની મુલાકાત લેવાના છે. જેથી તેઓના અભિવાદન કાર્યક્રમની રૂપરેખા આપવાના સંદર્ભે જિલ્લા ભાજપ પ્રભારીના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

પાટણ
પાટણ
author img

By

Published : Sep 1, 2020, 7:49 AM IST

પાટણ: જિલ્લા ભાજપ પ્રભારી મયંક નાયકે આ અંગે જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અંબાજી માતાના દર્શન કરી ઉત્તર ગુજરાતનો પ્રવાસ પ્રારંભ કરશે. 3 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે આવશે, જયાં તેઓનું ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ પાટણના શિહોરી ત્રણ રસ્તા ખાતે આવશે ત્યાંથી રેલી યોજવામાં આવશે. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે જ્યાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને વિવિધ સમાજના લોકો દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવશે.

સાંજે ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે સામાજિક, ધાર્મિક, સહકારી અને વેપારી આગેવાનો તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. 4 સપ્ટેમ્બરના રોજ સવારે વીરમાયા સ્મારકની મુલાકાત લઇ ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવને નિહાળશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે જઈ પૂજા અર્ચના કરી માતાજીના દર્શન કર્યા બાદ ઊંઝા જવા પ્રસ્થાન કરશે.

પાટણ
પાટણ જિલ્લા ભાજપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં લઇ પ્રજાની સુખાકારી માટે આવશ્યક એવા માસ્ક, સેનેટાઈઝર અને ઉકાળાથી તેઓની તુલાવીધી કરી તેનું શ્રમજીવીઓ માં વિતરણ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખના બે દિવસીય પ્રવાસ દરમિયાન લોકોને કોઇપણ જાતની હાલાકી ન પડે અને સરકારના આદેશનું પાલન થાય તે રીતના કાર્યક્રમો જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.