પાટણઃ નગરપાલિકાનું હયાત બિલ્ડીંગ વર્ષો જૂનું હોવાથી જર્જરિત થયું છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા નગરપાલિકા કમ્પાઉન્ડમાં જ નવીન બિલ્ડીંગ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી રૂપિયા 2 કરોડના ખર્ચે હાલમાં નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ બિલ્ડિંગનું બાંધકામ મોટાભાગે પૂર્ણ થયું છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો એ લાઈટ ફીટીંગ માટે રૂપિયા 17 લાખ મંજૂર કર્યા છે. જેને લઇ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના બાગી મહિલા સભ્ય એ નવીન બિલ્ડિંગના બાંધકામમા નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરે મીલીભગત કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યો છે. જેને લઇ આ મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.