- પાટણ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1142 થઈ
- 229 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ
- 3045 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
પાટણ: જિલ્લામાં ગુરુવારે સિધ્ધપુર શહેર કોરોનાનુ હોટ સ્પોટ બન્યુ હોય તેમ એકસાથે 25 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકામાં 7 કેસ નોંધાતા સિદ્ધપુર તાલુકામાં 32 કેસ નોંધાયા છે. જેમા તાલુકાના સુજાણપુરામાં 4, કાકોશી, મુડાણા અને દેથળી ગામમાં એક એક કેસ નોંધાયો છે. પાટણ શહેરમાં સાત કેસ નોંધાય છે. જેમાં જીવનધારા સોસાયટી યસ ટાઉનશીપ નવનીત એપાર્ટમેન્ટ નાગવાળો મલ્હાર બંગ્લોઝ રાજનગર સોસાયટીમાં એક એક કેસ જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયા છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું
આ ઉપરાંત તાલુકાના કુણઘેર ગામમાં બે અને બાલીસણામાં ત્રણ કેસ નોંધાયા છે, તો રાધનપુરમાં 5, સુબાપુરા, સાતુંન અને પોરાણામા એક એક કેસ નોંધાયો છે. ચાણસ્મા શહેરમાં બે અને તાલુકાના જાખાના, લડવા ચવેલી, ઈસલામપુરમા એક એક કેસ નોંધાયો છે આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું છે.
જિલ્લામાં વધુ 64 કેસ સાથે કુલ આંક 3533 પર પહોંચ્યો
પાટણ જિલ્લામાં વધુ 64 કેસ સાથે કુલ આંક 3533 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં 7 કેસ સાથે કુલ 1142ની સંખ્યા થઈ છે. હાલમાં શંકાસ્પદ 229 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે હોસ્પિટલમાં 45 અને 307 દર્દીઓ હોમ આઈશોલેશન હેઠળ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3045 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.