ETV Bharat / state

પાટણમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાએ 100નો આંક વટાવ્યો, કુલ 8 મોત

author img

By

Published : Jun 7, 2020, 9:05 PM IST

પાટણ જિલ્લામાં રવિવારે વધુ ચાર કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યાએ 100નો આંકડો વટાવ્યો છે. સમગ્ર જિલ્લામાં કુલ 101 લોકો કોરોનાથી સંક્રમિત છે. તો બીજી તરફ કોરોનાને માત આપી સ્વસ્થ થનારા એક કિશોર અને એક યુવાનને પણ રજા આપવામાં આવી છે.

પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાએ 100નો આંકડો વટાવ્યો, એકનું મોત

પાટણ: પાટણ શહેરના પિંજારકોટ વિસ્તારમાં આવેલી ફૂટી મસ્જિદની સામેની ગલીમાં રહેતા 52 વર્ષીય શેખ ઈકબાલભાઈને તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા સારવાર અર્થે ખસેડી કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવતા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ પાટણ તાલુકાના માતપુર ગામના 67 વર્ષીય પુરુષને ખાંસી તેમજ શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંત સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામની 54 વર્ષીય મહિલાને તાવ, ખાંસી સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા સારવાર અર્થે ખસેડી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ સમી તાલુકાના દુદખા ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ ખાતે રહેતાં 64 વર્ષીય વૃદ્ધ ગત તારીખના રોજ પોતાના વતન દૂદખા ખાતે આવ્યા હતા તેમને ડાયાબિટીસ હોવાને કારણે પગમાં ગેગરીન થયેલુ હતું જેથી પાટણના ખાનગી હોસ્પિટલના તબીબની સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યું હતું. આમ કોરોનાને કારણે જિલ્લામાં અત્યાર સુધી આઠ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.