ETV Bharat / state

વારાહીમાં કોરોનાના કેસ વધતા લોકોએ સ્વયંભૂ લોકડાઉન કર્યું - વારાહીમાં કોરોના કેસ

પાટણના સાંતલપુર તાલુકાના વારાહીમાં શુક્રવારે એક જ પરિવારના સાત સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સંક્રમણ વધતુ અટકાવવા ગામ લોકોએ સ્વૈચ્છીક રીતે લોક ડાઉન જાહેર કર્યું છે. જેને લઇ બજારો અને રહેણાક વિસ્તારો પણ સૂમસામ બન્યા હતા.

વારાહીમાં કોરોનાના
વારાહીમાં કોરોનાના
author img

By

Published : Jul 4, 2020, 9:28 PM IST

પાટણ: સાંતલપુર તાલુકાના વારાહીમાં શુક્રવારે એક જ પરિવારના સાત સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સંક્રમણ વધતુ અટકાવવા ગામ લોકોએ સ્વૈચ્છીક રીતે લોક ડાઉન જાહેર કર્યું છે. જેને લઇ બજારો અને રહેણાક વિસ્તારો પણ સૂમસામ બન્યા હતા.

વારાહીમાં કોરોના કેસ વધતા લોકોએ સ્વયંભૂ લોક ડાઉન કર્યું

આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહીમાં શુક્રવારે નાના પ્રજાપતી વાસમાં એકજ પરિવારના સાત સભ્યોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું હતું અને નાના પ્રજાપતિ વાસ નજીકના વિસ્તારની દુકાનો બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ગામમાં અગાઉના પાંચ અને તાજેતરમાં જાહેર થયેલા સાત મળી કુલ 12 કેસ કોરોના પોઝિટિવ આવતા ગામમાં તમામ દુકાનો બંધ રાખવા આગેવાનોની અપીલને ઘ્યાને લઇને વેપારીઓ દ્વારા બજાર સજ્જડ બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવા વરાહીમાં તમામ દુકાનો બંધ રાખવાનો લોકો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

વારાહીમાં હાલ લોકોએ સ્વૈચ્છીક રીતે લોકડાઉન કર્યું છે પણ ગામમાં કોરોના સંક્રમણ વધે તો વેપારીઓને સાથે રાખી એક સપ્તાહ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય ગામ લોકોએ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.