ETV Bharat / state

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની યોજાઈ બેઠક - Patan president

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, પાટણ ખાતે આવેલ નવીન કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ અને ગત બેઠકના પ્રશ્નોની બહાલી સહિતની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને  સંકલન સહ ફરિયાદ સમિતિની યોજાઈ બેઠક

author img

By

Published : Jul 17, 2021, 9:47 PM IST

  • સંકલન સમિતિની યોજાઈ બેઠક
  • સિદ્ધપુર અને પાટણના ધારાસભ્યએ રજૂ કરેલા પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા
  • જન પ્રતિનિધિઓની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા અધિકારીઓને કરાઈ તાકીદ

પાટણ: સંકલન સમિતિની બેઠકમાં પાટણના ધારાસભ્ય ડો. કીરિટભાઈ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

જનપ્રતિનિધિઓની ફરિયાદોને ઝડપી નિકાલ માટે સૂચના અપાઈ

જો કોઈ પ્રશ્ન એકથી વધુ વિભાગોને લગતો હોય તો સંબંધિત વિભાગોની જવાબદારી નક્કી કરીને ત્વરિત નિર્ણય પર આવવા માટે જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી. જનપ્રતિનિધિઓની ફરિયાદોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે યુ.વીન. કાર્ડની કામગીરી ઝડપી કરવા તાકીદ

સંકલન સમિતિની બેઠકમાં આગામી મહિનામાં યોજાનાર વન મહોત્સવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ મુખ્યમંત્રી બાળસેવા યોજના, અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે યુ-વીન કાર્ડ અંગે માહિતી, નોકરીના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ તથા બાળમજૂરી કાયદા અંગે ચર્ચા કરી એ સબંધે જરૂરી પગલા ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.