ETV Bharat / state

ખેડૂત વિરોધી નીતિ સામે પાટણમાં કોંગ્રેસના ધરણાં - પાટણમાં કોંગ્રસનો વિરોધ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને પગલે પાટણ કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.

ખેડૂત વિરોધી નીતિ સામે પાટણમાં કોંગ્રેસના ધરણાં

author img

By

Published : Oct 31, 2020, 4:17 PM IST

Updated : Oct 31, 2020, 7:04 PM IST

  • કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત નીતિ
  • ખેડૂત વિરોધી નીતિનો કોંગ્રેસ દ્વારા વિરોધ
  • બગવાડા ખાતે પ્રતીક ધરણાંના કાર્યક્રમનું આયોજન
  • કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

પાટણ: કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને પગલે પાટણ કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.

પાટણમાં કોંગ્રેસે ધરણા કરી સરકારની ખેડૂત વિરોધી નીતિનો કર્યો વિરોધ

સરકારની ખેડૂત નીતિનો કોંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાટણમાં કોંગ્રસના કાર્યકરો દ્વારા ખેડૂત વિરોધી નીતિનો કરવામાં આવ્યો હતો. બગવાડા ખાતે ખેડૂતોએ પ્રતીક ધરણાં કાર્યક્રમનું આયોજન કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

નાના અને મધ્યમ ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન

ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો મળતા નથી. સરકાર દ્વારા તાજેતરમાં કૃષિક્ષેત્રમાં સુધારા માટેનું બીલ સહિત અન્ય ખેડૂતલક્ષી યોજનાઓ અમલી કરી છે. જેમાં નાના અને મધ્યમ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે. આવી નીતિઓથી માત્રને માત્ર બેથી ત્રણ માનિતી કંપનીઓને જ ફાયદો થાય છે. ખેડૂતોને હાલમાં પૂરતા પોષણક્ષમ ભાવો પણ મળતા નથી. જેના કારણે તેઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ પાટણમાં બગવાડા દરવાજા ખાતે પ્રતિક ધરણા યોજી સરકાર સામે સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યા હતા.

ધરણાંમાં કોંગ્રેસ કાર્યકરોની હાજરી

બગવાડા દરવાજા પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકત્ર થયા હતા. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા પ્રતિક ધરણાં પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા.

Last Updated : Oct 31, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.