ETV Bharat / state

પાટણમાં કૃષિવિધેયક બિલના વિરોધમાં કોંગ્રેસના ધરણા - farmer news

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત વિરોધમાં ત્રણ કાળા કાયદા બનાવામાં આવતા ખેડૂતો દ્વારા આ કાળા કાયદાનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા શુક્રવારે પાટણમાં વિધાન સભાના વિપક્ષના નેતા પરેશ ધાણાનીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા યોજી રાષ્ટ્રપતિને ઉદેશી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ કાળા કાયદા પરત ખેંચવાની માગ કરી હતી.

Congress picket
Congress picket
author img

By

Published : Dec 4, 2020, 8:55 PM IST

  • પાટણમા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા ધરણા
  • કૃષિ વિધેયક બિલના વિરોધમં કોંગ્રેસે કર્યા દેખાવો
  • વિધાન સભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં યોજાયો કાર્યક્રમ
    પાટણમાં કૃષિવિધેયક બિલના વિરોધમાં કોંગ્રેસના ધરણા

પાટણઃ ભાજપ સરકાર દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા ઘડવામાં આવ્યા છે. જેમાં કૃષિ ઉપજ પર વ્યાજ અને વાણિજ્ય, કિસાન સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ સુધાર વિધેયક 2020 લાગુ કરવામાં આવ્યું છે. તેનો દેશના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કાયદા અમલમાં આવશે તો માર્કેટયાર્ડ ખતમ થઇ જશે. ખેડૂતોને તેમની ઉપજના લઘુત્તમ ભાવો નહીં મળે, સરેરાશ બે કે તેથી ઓછી જમીન ધરાવતા 86 ટકા ખેડૂતો પોતાની કૃષિપેદાશો નજીકની અનાજ કે શાકભાજી બજાર સિવાય બીજે ક્યાય ટ્રાન્સપોર્ટ દ્વારા લઈ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. બજારસિસ્ટમ નાબૂદ થવાથી અનાજ શાકભાજી બજારોમાં કામ કરતા લાખો-કરોડો મજૂરો,આડતીયાઓ, મુનિમો અને ટ્રાન્સપોર્ટર્સની રોજગારી અને આજીવિકા છીનવાઈ જશે.

રાષ્ટ્રપતિને ઉદેશીને આપ્યું જિલ્લા કલેકટરને આવેદનપત્ર

ત્યારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા દિલ્હીમાં મહાઆંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આંદોલનને સમર્થન આપવા અને આ કાળા કાયદાઓ પરત ખેંચવામાં આવે તેવી માગ સાથે પાટણમાં શુક્રવારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પાટણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા યોજા હતા. સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતો અને રાષ્ટ્રપતિને ઉદેશી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ કાળા કાયદા પરત ખેંચવાની માગ કરી હતી.

કાળા કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આંદોલન, ગુજરાતનો ખેડૂત પણ દિલ્લી પહોંચશે

પાટણ જિલ્લા કલેકટર કચેરી સામે કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકારના ખેડૂત વિરોધી કાયદાનો સખત વિરોધ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડવાની આશંકાને લઈને હાઇવે માર્ગો અને શહેરમાં વિવિધ સ્થળો પર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ખેડૂત વિરોધી કાળા કાયદા ઘડવામાં આવે છે. માત્ર ઉદ્યોગપતિઓને ફાયદાઓ થાય તે રીતે સરકાર કાયદાઓ બનાવે છે. ખેડૂત વિરોધી આ કાયદાઓ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને જરૂર પડશે તો ગુજરાતનો ખેડૂત પણ દિલ્હીમાં પહોંચશે.

પિયતના સમયે કેનાલમાં સરકારે પાણી બંધ કર્યું

પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટ પટેલ ખેડૂત વિરોધી આ કાયદાઓને વખોડ્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય કરતા હોવાનું જણાવી પાટણ અને સરસ્વતી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પિયતના સમયે પાણી બંધ કર્યું છે. તો કોંગ્રેસના ધરણાં પ્રદર્શનમાં ખેડૂતો આવી ન શકે તે માટે પોલીસે ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને આવતા અટકાવ્યા હતા. પોલીસ સરકારના ઈશારે કામ કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

હાઇવે પર ચક્કાજામ કરી રહેલા 25 જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત

પાટણમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડવાની આશંકાને લઈને હાઈવે માર્ગો ઉપર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો શહેરના નવજીવન ચાર રસ્તા ઉપર વાહનો રોકી ચક્કાજામનો પ્રયાસ કરી રહેલા 25 જેટલા કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતોની અટકાયતને પગલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત બંને ધારાસભ્યો બી.ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી ખેડૂતોને મુક્ત કરાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.