ETV Bharat / state

પાટણ જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડોમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ - પાટણમાં ધોરણ ૬ થી ૮ના વર્ગખંડો શરૂ

કોરોના મહામારીને કારણે છેલ્લા 18 મહિનાથી બંધ પડેલા ધોરણ 6 થી 8 ના શૈક્ષણિક વર્ગો (Classes of 3 to 4 started in Patan) ગુરુવારે વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા સાથે પુનઃ ધમધમતા થયા છે. જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગોનું શૈક્ષણિક કાર્ય સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે ઉત્સાહભેર વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા.

Patan News
Patan News
author img

By

Published : Sep 2, 2021, 4:13 PM IST

  • જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડો શરૂ થયા
  • શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
  • વિદ્યાર્થીઓએ 18 મહિના બાદ વર્ગખંડોમાં કર્યો અભ્યાસ
  • શાળાઓએ સરકારની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કર્યો
  • વિદ્યાર્થીઓના કોલાહલથી શૈક્ષણિક સંકુલો ગુંજી ઉઠ્યા

પાટણ: સમગ્ર રાજ્યમાં પૂર્ણ સંખ્યા ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર રીતે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સરકારે અગાઉ ધોરણ 12 થી કોલેજ કક્ષાના વર્ગખંડો શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે હાલમાં સમગ્ર જિલ્લામાં ધોરણ 9 થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં અભ્યાસ કરી રહ્યા છે. સરકારે ફરી એકવાર ધોરણ 6 થી 8 ના વર્ગખંડો શરૂ (Classes of 3 to 4 started in Patan) કરવાની સૂચનાઓ શાળાઓને આપતા પાટણ શહેર સહિત જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડો શરૂ થયા છે.

પાટણ જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડોમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ

સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન હાલ બંધ

છેલ્લા 18 મહિનાથી બંધ રહેલા પ્રાથમિક શાળાના વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી હતી. વિવિધ શાળાઓમાં સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ સેનિટાઈઝર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વર્ગખંડોમાં પણ સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જિલ્લામાં ધો.6થી 8ના શૈક્ષણિક વર્ગો શરૂ (Classes of 3 to 4 started in Patan) કરવામાં આવ્યા છે. શાળાઓમાં મધ્યાહન ભોજન હાલ બંધ છે.વિદ્યાર્થીઓને ઘરેથી જ નાસ્તો લાવવાની સૂચનાઓ શાળાઓ દ્વારા આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસી સામાજિક અંતર જાળવી નાસ્તો કરે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.