પાટણ : શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જોરદાર જોવા (cold weather in Patan) મળી રહ્યો છે. પાટણમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેને લઇ તેની સીધી અસર જનજીવન પડી છે. દિવસ દરમિયાન ઠંડા પવનનોના સુસવાટાથી વૃદ્ધો સહિત બાળકો ઘરમાં જ ભરાઈ રહે છે. તો નોકરીયા તો ધંધાર્થીઓ અને શ્રમજીવીઓ પણ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને જ બહાર નીકળે છે. (Patan weather news)
ઠંડીનું કાતિલ મોજુ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે દેશના ઉત્તરીય ભાગોમાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી પાટણ શહેર સહિત જિલ્લામાં હાર્ડ થઈ જતી ઠંડીને પગલે એકાએક તાપમાનનો પારો નીચે આવ્યો છે. જેને લઇ કાતિલ ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. શહેરીજનો રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને રહેવાનું પસંદ કરે છે. તો છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન ઠંડીનો પ્રકોપ વધતાં જાહેર માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. (gujarat weather news today)
આ પણ વાંચો બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, નલિયા કાશ્મીર બનતા ઠંડુગાર
જનજીવન પર અસર હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ સીઝનમાં પ્રથમ વાર તાપમાન સતત નીચું ગયું છે. તો આગામી દિવસોમાં પણ કાતિલ ઠંડીની અસર જોવા મળે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. છેલ્લા બે દિવસથી હાર્ડ થીજવતી ઠંડીને કારણે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે. તો બીજી તરફ સાંજ પડતા જ ઠંડીનો ચમકારો વધતા જનજીવન પ્રભાવિત બને છે. ખાણીપીણીની લારીઓ ઉપર પણ એકલદોકલ વ્યક્તિ જ જોવા મળે છે. (gujarat weather news)
ક્યાં કેટલું તાપમાન રાજ્યની વાત કરીએ તો, આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં 9, કંડલા એરપોર્ટ ખાતે 10, ભુજ-ડીસા, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 11, અમદાવાદ અને વડોદરામાં 10, જ્યારે અમરેલી, રાજકોટ અને વલસાડમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજ સમયગાળામાં વડોદરા અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. (gujarat temperature today)