પાટણઃ પાટણ શહેરના ઊંઝા હાઈવે રોડ ઉપર હાંશાપુર ખાતે હૈદરાબાદના સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચૈતન્ય ટેકનો નામની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા ધમપછાડા થયા હોવાનુું સામે આવ્યું છે. જોકે, હકીકત એવી છે કે, આ શાળા શરૂ થાય એ પહેલા જ વિવાદના વર્તુળમાં ફંગોળાઈ ચૂકી છે. શાળાના સંચાલકો દ્વારા પાટણ પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે પરવાનગી માગવામાં આવી હતી.
આ પણ વાંચોઃ G20 summit in India ગાંધીનગરમાં G20 અંતર્ગત 22થી 24 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ 20 ઇન્સેપ્શનની બેઠક
પરવાનગી નથીઃ હાલમાં આ શાળાનું બિલ્ડીંગ બની રહ્યું છે.ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી અને કેટલીક બાબતો અપૂરતી હોવાને કારણે શાળાને શરૂ કરવાની પરવાનગી આપી નથી. તો બીજી તરફ પાટણ પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત મળી હતી કે હાંશાપુર હાઇવે ઉપર શાશ્વત કોમ્પ્લેક્સમાં આ શાળાના સંચાલકો દ્વારા વગર પરમિશનને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી એ શાશ્વત કોમ્પ્લેક્સ ખાતેની ચૈતન્ય ટેકનો શાળાની ઓફિસની મુલાકાત લીધી હતી.
મહત્ત્વનો આદેશઃ અને હાજર વહીવટી સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી જેમાં શાળા દ્વારા હજી સુધી એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું નથી. જોકે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાને જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈને પણ પ્રવેશ ન આપવા આદેશ કર્યો છે. જો કોઈને પ્રવેશ આપેલો જણાશે તો આર.ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓમાં એકલતા એ જંકફૂડ અને આળસ પર આધારિત: રીસર્ચ
સ્પષ્ટતા કરીઃ શાળાનું વહીવટી કામ સંભાળનાર શ્રીનિવાસન સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે ભારત દેશમાં ચેતન્ય ટેકનો નામની 800 જેટલી શાળાઓ કાર્યરત છે. તેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતમાં નવ જિલ્લાઓમાં શાળાઓ શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તે સરકારના નિયમો મુજબ પરમિશનનો માંગવામાં આવી છે. પાટણમાં પણ શાળા શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે પણ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી તો અમો શાળામાં જે ખૂટે છે તે વ્યવસ્થા પૂરી કરી મંજૂરી મેળવી શાળા શરૂ કરીશું હાલમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો નથી. જોકે, શિક્ષણ વિભાગના આવી ઘટના સામે આવતા ઘણીવાર તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ કેસમાં હવે જિલ્લા શિક્ષણ વિભાગ શું પગલાં લે છે એના પર સૌની નજર રહેલી છે.