પાટણમાં વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું , પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રાજમહેલ રોડ પર ડિવાઈડરની જરૂર ન હોવા છતાં માત્ર ગ્રાન્ટ વાપરવાના ઈરાદાથી ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે, જેને કારણે ટ્રાફિક ની સમસ્યા વધી છે. સાથે સાથે આ ડિવાઈડર એવી રીતે બનાવાયું છે કે રોડની સાઈડ પરના વૃક્ષો કાપવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી છે. રાજમહેલ રોડ પરના લીલાછમ વૃક્ષો ન કાપવા દેવામાં આવે તેમજ ડિવાઈડર દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ઉપરાંત શહેરમા રખડતા ઢોરોની સમસ્યા, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, ટ્રાફિકની જટિલ સમસ્યા,ગંદકી, અને રોડ રસ્તા પરના ખાડાઓ દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.