પાટણઃ શહેરમાં લોકડાઉનને પગલે ફરજ બજાવતાં ફરજ બજાવતાં પોલીસ અને હોમગાર્ડના જવાનોને પાટણ જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી મયંક નાયક દ્વારા પોતાના ખર્ચે છાશ અને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવે છે.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-distributionofwaterandwheybypatnadistrictbjpin-charge-photostory-7204891_14042020200628_1404f_1586874988_326.jpg)
જિલ્લા ભાજપ યુવા મોરચાના નીલેશ રાજગોર રોજ સવારે વાહનમાં 40 કેરેટ પાણીની બોટલો તથા 250 જેટલી છાશની થેલીઓ ભરી આ સેવા યજ્ઞનો પ્રારંભ કરે છે. પહેલા ખિંમિયાણા ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને છાશ અને દૂધ આપી પાટણ ચાણસ્મા હારીજ લિંક રોડ થઈ પદ્મનાથ ચોકડીથી અનાવાડા સુધી આવેલી 20થી 22 જેટલા પોલીસ પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલિસ જવાનો તેમજ રસ્તામાં મળતા અન્ય સરકારી કર્મચારીઓને પાણી અને છાશની થેલીઓ વિતરણ કરી જરૂરિયાત પૂરી પાડે છે.
લોકડાઉન આ વિકટ પરિસ્થિતિમાં જિલ્લા ભાજપનાં પ્રભારીએ પોલીસ અને હોમગાર્ડના જવાનો હોમગાર્ડના સહિત સરકારી કર્મચારીઓ પ્રત્યે બતાવેલી આ સંવેદના પ્રશંસાને પાત્ર બની છે.