ETV Bharat / state

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યાં - patan bjp

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે, ત્યારે ગુરુવારે ભાજપ દ્વારા પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેને લઇ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે અને જાહેર થયેલા ઉમેદવારો ચૂંટણી જંગ જીતવા મેદાને ઉતર્યાં છે.

ETV BHARAT
ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યાં
author img

By

Published : Feb 11, 2021, 7:47 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની યાદી કરી જાહેર
  • પાટણ નગરપાલિકાના 11 વોર્ડ માટે 43 ઉમેદવારોની યાદી જાહેર
  • યાદી જાહેર થતાં ઉમેદવારો અને સમર્થકોમાં જોવા મળી ખુશી
  • કેટલીક જગ્યાએ જૂના જોગીઓની ટિકિટ કપાઈ
    ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

પાટણઃ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે. ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરતાં રાજકીય પક્ષોમાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ છે. પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે તેમ જ 9 તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, તો પાટણ નગરપાલિકાના 11 વોર્ડ માટે 44 ઉમેદવારોમાંથી 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઇ છે. આ સાથે સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ કરાઈ છે. નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તરફથી ચૂંટણીમાં મેદાને ઉત્તરના ઉમેદવારોના નામ જાહેર થતાં જ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી પ્રસરી છે, તો કેટલીક જગ્યાએ જૂના જોગીઓના નામ કપાતાં કહીં ખુશી કહીં ગમ પણ જોવા મળી રહી છે.

મોટા ભાગની બેઠક ઉપર ભાજપે નવા ચહેરાઓને આપ્યું સ્થાન

ભાજપે જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં પટેલ, ઠાકોર, દેસાઈ, ચૌધરી, રાજપૂત સમાજને અગ્રીમતા આપવામાં આવી છે, તો બળવાખોર ઉમેદવારોના નામ પણ કાપવામાં આવ્યાં છે. 90 ટકા જેટલા નવા ચહેરાઓને ભાજપે સ્થાન આપ્યું છે, ત્યારે હવે ભાજપ બાદ કોંગ્રેસ કયા ચહેરાઓને મેદાને ઉતારે છે તેના ઉપર સૌની મીટ મંડરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.