ETV Bharat / state

Patan Robbery : પાલનપુર-ડીસા હાઈવે પર ફિલ્મી ઢબે કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ - બનાસકાંઠા પોલીસ

બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર ગઈકાલ રાત્રે ચકચારી લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટારુઓએ વેપારીની ગાડી આંતરી ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસ વિભાગ તાકીદે એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી. પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

Patan Robbery
Patan Robbery
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 4:10 PM IST

પાલનપુર-ડીસા હાઈવે પર ફિલ્મી ઢબે કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ

પાટણ : બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર ચંડીસર નજીક ગતરાત્રે ચકચારી લૂંટની ઘટના બની હતી. જેમાં 5 લૂંટારુ શખ્સોએ વેપારીની ગાડી આંતરી કારમાં ઘૂસી જઈ છરીની અણીએ અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં રૂપિયા 13.18 કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જોકે, આ બાબતની જાણ પોલીસને થતા બનાસકાંઠા, પાટણ અને મહેસાણા પોલીસ એલર્ટ બની આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

ફિલ્મી ઢબે લૂંટ : પાટણ એલ.સી.બી પોલીસે લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પાટણ LCB પોલીસ દ્વારા લૂંટને અંજામ આપનાર 5 શખ્સો સહિત લૂંટ કરવા બાતમીદાર સહિત કુલ 6 આરોપીઓને હાલમાં ઝડપી લેવાયા છે. આ સાથે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બુકાનીધારીઓએ વેપારીની ગાડી આંતરી ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. જોકે ગણતરીના કલાકોમાં પાટણ એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

કરોડોના દાગીના લૂંટ્યા : બનાવની મળતી વિગત અનુસાર અમદાવાદની ઋષભ જ્વેલર્સના માલિક ઋષભભાઈ જૈનના ત્રણ માણસો ગઈકાલે સ્વિફ્ટ કારમાં સોનાના દાગીના લઈ પાલનપુર -ડીસા આવ્યા હતા. ત્યાંથી પરત અમદાવાદ જઈ રહ્યા હતા. સાંજના 7:30 કલાકના સુમારે ગોલ્ડન કલરની ટોયોટા કોરોલા ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફરિયાદી અશોકભાઈ બાબુભાઈ દેસાઈની કાર આંતરી અને ઉભી રખાવી હતી. ત્યારબાદ છરી બતાવી કેટલાક શખ્સોએ અંદર બેસી જઈ ગડદાપાટુનો માર મારી ધમકીઓ આપી હતી. ઉપરાંત કારના ગુપ્ત ખાનાઓમાં રાખેલ 6 કિલો 92.87 ગ્રામ સોના-ચાંદીના દાગીના જેની કિંમત રુ. 3,18,26,680 તથા રુ.25,000 ના 5 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 3,18,51,680 ની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.

અમદાવાદના ઋષભ જ્વેલર્સમાં કાંકરેજનો રબારી સાગરભાઈ રેવાભાઈ નોકરી કરતો હતો. તે સોના ચાંદીના દાગીનાની લે વેચથી વાકેફ હતો. તેને બે મહિના અગાઉ નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. પરંતુ વેપારીની ગતિવિધિથી વાકેફ હોય પોતાના અન્ય સાધિતોનો સંપર્ક કરી લૂંટનો આ પ્લાન ઘડ્યો હતો. જ્યારે ગતરાત્રે ઘટનાને અંજામ આપ્યો હતો. -- રવિન્દ્ર પટેલ (SP, પાટણ)

પોલીસ તપાસ : સનસનાટીભરી આ લૂંટની જાણ થતા બનાસકાંઠા પોલીસે નાકાબંધી કરી હતી. દરમિયાન જાણવા મળેલ કે આ લૂંટારા પાલનપુર-સિદ્ધપુર તરફ ભાગ્યા છે. જેથી પાટણ જિલ્લા પોલીસ પણ સતર્ક બની નાકાબંધી કરી એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમને કામે લાગી હતી. આ સમયે વાગડોદ PSI લીમ્બચીયાએ પાટણ એલસીબી PI આર. કે. અમીનને આ અંગે માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે, વદાણી ખાતે એમડી ઓટો વાળાએ એક કોરોલા ગાડી નંબર GJ 24 AQ 6341 ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈને વેચાણ આપેલ છે. આથી તે દિશામાં તપાસ કરવી જરૂરી છે.

આરોપીઓ ઝડપાયા : માહિતીના આધારે પાટણ એલસીબી PI આર. કે. અમીન, PSI એ. આર. પટેલ, હારીજ PSI આર. કે. પટેલ, ASI બસ ખાન સહિતના સ્ટાફે રોડા ગામે ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈની તપાસ કરતા તે મળી આવેલ નહીં. તેઓના આશ્રયસ્થાનો હારીજ તાલુકાના કાતરા, સમી તાલુકાના પાલીપુર, સરસ્વતી તાલુકાના કિમ્બુવા ,એદલા ગામે રાત્રિના સમયે દરોડા પાડી લૂંટના ગુનામાં સંડોવાયેલા રબારી કમલેશ મોહનભાઈ, ચૌધરી રોહિત દેવરાજભાઈ, જોશી વિપુલ દેવચંદભાઈ, ગોહિલ રમેશ શંકરલાલ, દેસાઈ આનંદ ઉર્ફે દેવજી ભલાભાઇ અને હિતેશ કનુભાઈ વઢેરને ઝડપી લીધા હતા.

મુખ્ય સૂત્રધાર ફરાર : આરોપીઓ પાસેથી 1,74,11, 286 ની કિંમતના 2,901,881 kg ના સોનાના દાગીના, ગુનામાં વપરાયેલ ટોયોટા કોરોલા ગાડી કિંમત રૂપિયા 3 લાખની તેમજ 26,000 ના 7 મોબાઈલ, 1 ચાકુ મળી કુલ રૂ. 1,77,37,336 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ લૂંટની ઘટનાનો પ્લાન ઘડનાર મુખ્ય ટીપ આપનાર સૂત્રધાર રબારી સાગરભાઇ રેવાભાઈ અને રબારી સુરેશભાઈ અમરતભાઈ ફરાર છે. તેઓને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમ કામે લાગી છે.

  1. Surat Crime : બારડોલીના માણેકપોર નજીક પેટ્રોલપંપ પર પિસ્તોલની અણીએ લૂંટ
  2. Surat Bank Robbery : ધોળા દિવસે બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ, પાંચ મિનિટમાં લુંટારો 14 લાખ લૂંટી ફરાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.