- કોરોના સંક્રમણને અટકાવવા માટે આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ
- 101 દિવસ પૂર્ણ થતાં બગવાડા દરવાજા ખાતે સમાપન સમારોહ યોજાયો
પાટણઃ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારી તંત્ર, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકોમાં કોરોના અંગેની જાગૃતિ આવે તે માટેના પ્રયાસો તેમજ આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ મહિનાથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
પાટણ નગર પાલિકાના ઉપ પ્રમુખ દ્વારા વિલાજ ગ્રુપના સૌજન્યથી છેલ્લા ત્રણ મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ અવિરત પણે ચાલુ કરવામાં આવ્યું હતું. વિલાજ ગ્રુપ દ્વારા રોજ જુદા-જુદા વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથી દવા વિનામૂલ્યે આપવામાં આવી
આ અવિરત સેવાના મંગળવારે 101 દિવસ પૂર્ણ થતાં શહેરના બગવાડા દરવાજા ખાતે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. સમાપન સમારોહમાં આરોગ્ય વિભાગ અધિકારી, યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા વિકાસ અધિકારી સહીતના અધિકારી કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.