ETV Bharat / state

Attack On Hindu Girl In Radhanpur: હિંદુ યુવતી પર જીવલેણ હુમલામાં રાધનપુર બંધનું એલાન - આદર્શ હાઈસ્કૂલ રાધનપુર

આવતીકાલે રાધનપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે. રાધનપુરના શેરગઢ ગામે યુવતી પર વિધર્મી યુવકે (Attack On Girl In Radhanpur) જીવલેણ હુમલો કર્યો હતો જેને પગલે ચૌધરી સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા રાધનપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ ઘટનાના વિરોધમાં નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.

Attack On Hindu Girl In Radhanpur: હિંદુ યુવતી પર જીવલેણ હુમલામાં રાધનપુર બંધનું એલાન

author img

By

Published : Jan 28, 2022, 10:49 PM IST

રાધનપુર: ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની ફાયરિંગ (Dhandhuka Murder Case) કરીને હત્યા કર્યાની ઘટનાના પડઘા શાંત પડ્યા નથી, ત્યારે રાધનપુર તાલુકાના શેરગઢ ગામ (Shergadh Village Radhanpur)માં ગતરોજ બપોરના સમયે ઘરમાં ઘૂસીને એકલી યુવતી પર વિધર્મી યુવક દ્વારા જીવલેણ હુમલો (Attack On Girl In Radhanpur) કરવામાં આવ્યો હતો એ ઘટનાએ પણ હવે જોર પકડ્યું છે.

રાધનપુર બંધનું એલાન

યુવતી પર જીવલેણ હુમલાને પગલે સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાને પગલે ચૌધરી સમાજ (Chaudhary Community Radhanpur) અને હિંદુ સંગઠનો (Hindu organizations Radhanpur) દ્વારા આવતીકાલે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Urea Fertilizer Chemical Scam In Ahmedabad: દાણીલીમડાથી ઝડપાયું યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ, ફેક્ટરી માલિક ફરાર

ઘરમાં ઘૂસી યુવતી પર યુવકે કર્યો હતો જીવલેણ હુમલો

શેરગઢ ગામે હિંદુ યુવતી પર વિધર્મી યુવક (Attack On Hindu Girl In Radhanpur) દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાને પગલે હિંદુ સંગઠનો અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા આદર્શ હાઈસ્કૂલ (Adarsh High School Radhanpur) ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં શેરગઢ ગામે બનેલી ઘટના બાબતે તારીખ 28મી જાન્યુઆરી અને શનિવારના રોજ સમગ્ર વિસ્તારના આગેવાનો દ્વારા રાધનપુર બંધનું એલાન આપવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો: પાટણના રાધનપુરમાં સિનાડ નજીકના હાઈ-વે પર કારચાલકે બાઈકસવારને અડફેટે લેતા 2ના મોત

હુમલાખોરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાશે

ઘટનાના વિરોધમાં નાયબ કલેક્ટર કચેરી (Deputy Collector's Office Radhanpur) ખાતે આવેદનપત્ર આપવા માટે સવારે 11 વાગે આદર્શ હાઇસ્કુલથી હિંદુ સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ કલેકટરને આવેદનપત્ર આપી યુવતી પર હુમલો કરનારા યુવકને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફરી આવી કોઇ ઘટના ન બને તેવી માંગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.