ETV Bharat / state

પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન - પાટણમાં વરસાદ

પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મંગળવારે વરસાદનું આગમન થયું હતુ. ગત કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના સમયે ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત જાહેર માર્ગો ઉપર પાણી ભરાયાં હતા.

ETV BHARAT
પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
author img

By

Published : Jun 30, 2020, 5:17 PM IST

પાટણ: શહેર સહિત જિલ્લામા ગત કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. બીજી તરફ નૈઋત્યનું ચોમાસુ સક્રિય થતાં દેશના કેટલાંક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મંગળવારે સવારે વાતાવરણમાં પલટો આવતાં પાટણ શહેર સહિત જિલ્લાના, ચાણસ્મા, કુણઘેર, અડીયા અને હાજીપૂરમાં વરસાદનું આગમન થયું છે.

પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

પંઠકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.