ETV Bharat / state

Diodar News: જીવદયા પ્રેમી રમાબેનના વિરહમાં કપિરાજે 10 દિવસ સુધી અન્ન જળનો કર્યો ત્યાગ, અંતે કપિરાજે દેહ છોડ્યો - કપિરાજે દેહ છોડ્યો

પ્રેમ, આદર, વાત્સલ્ય, વ્હાલ, મમતા, અહોભાવ આ લાગણીઓ અત્યંત કિમતી છે. તેમનું મૂલ્ય ચૂકવી શકાય નહીં. દિયોદરમાં એક કપિરાજે પોતાના મળેલા વ્હાલ, મમતા અને વાત્સલ્યની કિંમત અનોખી રીતે ચૂકવી છે. વાત છે દિયોદર સ્થિત સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટની ગૌશાળાની.આ ગૌશાળામાં જીવદયા પ્રેમી રમાબેન અબોલ જીવની સેવા, ચાકરી અને સુશ્રુષા અહોભાવથી કરતા હતા. અબોલ જીવો અને રમાબેન વચ્ચે ગાઢ સ્નેહનો સંબંધ બંધાયો હતો. જન્માષ્ટીના દિવસે રમાબેનું મૃત્યુ થયું હતું. જેનાથી ગૌશાળાના અબોલ જીવો શોકગ્રસ્ત બની ગયા હતા. આવા જ એક શોકગ્રસ્ત કપિરાજે રમાબેન પાછળ પોતાનો દેહ મૂકી દીધો. ગામમાં કપિરાજની ભવ્ય પાલખી યાત્રા નીકળી. એક અબોલ જીવે સંબંધની ઋણ કેવી રીતે અદા કર્યુ વાંચો વિગતવાર.

કપિરાજની નીકળી ભવ્ય પાલખી યાત્રા
કપિરાજની નીકળી ભવ્ય પાલખી યાત્રા
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 1:51 PM IST

કપિરાજની સમાધિ રમાબેનની પાસે જ બનાવવામાં આવી

દિયોદરઃ ભેસાણા ગામમાં સંત શ્રી સદારામ જીવદયા ટ્ર્સ્ટની ગૌશાળામાં અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. આ ગૌશાળામાં 2500થી વધુ ગાયો, 200થી વધુ શ્વાનો તેમજ અલગ અલગ પશુ-પંખીઓ આશ્રય લઈ રહ્યા છે.આ ગૌશાળામાં રમાબેન અને તેમના મોટા બહેન શારદાબેન અબોલ જીવોને સંતાનોની જેમ સાચવતા હતા. આ બંને બહેનો રાત દિવસ અબોલ જીવોની સુશ્રુષા ખડે પગે કરતા હતા. અબોલ જીવોને પણ આ બંને બહેનો સાથે મમતાનો સંબંધ બંધાઈ ગયો હતો. સમગ્ર પંથકમાં રમાબેન અને અબોલ જીવો વચ્ચેના સંબંધની પ્રશંસા થતી હતી.

જન્માષ્ટીએ આભ તૂટી પડ્યુઃ અબોલ જીવોની રાત દિવસ સેવા કરતા રમાબેનનું જન્માષ્ટમીના દિવસે મૃત્યુ થયું. અબોલ જીવો પર તો રીતસરનું આભ તૂટી પડ્યું હતું. ગૌશાળામાં દરેક પ્રાણી શોકમય બની ગયું હતું. ગાયો, કપિરાજ જેવા પ્રાણીઓના તો આંસુ સુકાતા નહતા. ગૌશાળાને તો રમાબેન ખોટ ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે પણ આ અબોલ જીવો તો નોંધારા અને અનાથ બની ગયા હોવાનું અનુભવી રહ્યા હતા.

જીદયા પ્રેમ રમાબેન જન્માષ્ટમીએ દેહ છોડ્યો હતો

કપિરાજ બન્યા શોકાતૂરઃ રમાબેનના નિધનથી ગૌશાળા અને ગામના પશુ પક્ષીઓ શોકગ્રસ્ત બની ગયા હતા. આ પશુ પક્ષીઓમાં સૌથી વધુ શોકાતૂર બન્યા હતા રમાબેનના પ્રિય એવા કપિરાજ. આ કપિરાજ અને રમાબેન વચ્ચે લાગણીનો અતૂટ સંબંધ હતો. આ કપિરાજને રમાબેનના નિધનથી એટલો બધો આઘાત લાગ્યો કે તેણે અન્ન જળનો ત્યાગ કરી દીધો. આ કપિરાજ સુનમુન રમાબેનની સમાધિ પાસે બેસી રહેતા અને રમાબેનના ફોટાને જોઈ રહેતા. કપિરાજે દસ દિવસ સુધી અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો. છેવટે 11મા દિવસે કપિરાજે પણ રમાબેનની વાટ પકડી લીધી. કપિરાજે દેહ મૂકી દીધો અને પરલોક સીધાવ્યા.

આજે દિયોદરના ભેસાણા ગામમાં ઈતિહાસ રચાઇ ગયો છે.પૂજ્ય રમાબેને જન્માષ્ટમીના દિવસે કૃષ્ણમય બની ગયા અને તેમને સમાધિ આપવામાં આવી હતી. રમાબેનના દેહ ત્યાગ બાદ તેમના અતિપ્રિય એવા એક કપિરાજે દસ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો અને આજે અગિયારમા દિવસે આ કપિરાજે પણ પોતાનો દેહ છોડ્યો છે...મહેશ મોરારી(બટુક ભગત, સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ, દિયોદર)

કપિરાજને અપાઈ ભાવુક વિદાયઃ દસ દિવસથી અન્ન જળનો ત્યાગ કરેલા કપિરાજે અગિયારમાં દિવસે દેહ છોડી દેતા સમગ્ર પંથકમાં કમકમાટી અને અરેરાટી પ્રસરી ગઈ. ગામ લોકો ભાવુક થઈ ગયા. કપિરાજની લાગણીને સૌએ સો સો સલામ પાઠવી. કપિરાજની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી. ત્યારબાદ કપિરાજને રમાબેનની સમાધિ પાસે જ સમાધિ આપવામાં આવી.

  1. Letter To Pakistan: રાજકોટના જીવદયા પ્રેમીએ ચીનમાં ગધેડા ન મોકલવા પાકિસ્તાનને લખ્યો પત્ર, જાણો શું જવાબ મળ્યો
  2. Slaughterhouse : જીવદયા પ્રેમી અને પોલીસે કતલખાને લઈ જવાતા 150 પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.