ETV Bharat / state

દિવાળી પછી સારી આવક સાથે શરૂ થયું પાટણનું APMC, ખેત પેદાશોના ભાવમાં આવી તેજી - ખેડૂતો માટે નવું વર્ષ સારું છે

દિવાળીના મિની વેકેશન (Diwali Mini Vacation) પછી પાટણનું APMC માર્કેટિંગ યાર્ડ (Patan APMC Marketing Yard) ફરી એક વાર ધમધમતું થયું છે. ત્યારે યાર્ડમાં વિવિધ ખેત ઉપજોની (Crop yield) આવક પણ શરૂ થઈ ગઈ છે. નવા વર્ષમાં ખેડૂતોને વિવિધ પાકોના વધુ ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

દિવાળી પછી સારી આવક સાથે શરૂ થયું પાટણનું APMC, ખેત પેદાશોના ભાવમાં આવી તેજી

author img

By

Published : Nov 10, 2021, 3:31 PM IST

  • દિવાળીના મિની વેકેશન બાદ પાટણ માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું
  • કપાસ, એરંડા સહિતના પાકોનો ખેડૂતને મળી રહ્યો છે સારો ભાવ
  • ભાવ સારા મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશી
  • ભાવની દ્રષ્ટિએ નવું વર્ષ ખેડૂતો માટે સારૂ
    દિવાળી પછી સારી આવક સાથે શરૂ થયું પાટણનું APMC, ખેત પેદાશોના ભાવમાં આવી તેજી
    દિવાળી પછી સારી આવક સાથે શરૂ થયું પાટણનું APMC, ખેત પેદાશોના ભાવમાં આવી તેજી

પાટણઃ જિલ્લામાં નવા ગંજ માર્કેટિંગ યાર્ડ (Nava Ganj Marketing Yard) દિવાળીના વેકેશન (Diwali Vacation) પછી ફરી એક વાર ધમધમવા લાગ્યું છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અત્યારે ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો માલ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે. યાર્ડમાં કપાસ, એરંડા, રાયડો, મગફળી સહિતના પાકોના માલનું ખરીદ-વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો ખેડૂતોને પણ સારા ભાવ મળતાં તેઓ ખુશ જોવા મળી રહ્યા છે.

ભાવ સારા મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશી
ભાવ સારા મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશી

આ પણ વાંચો- વિજાપુર માર્કેટ યાર્ડમાં 7000 જેટલી બોરી મગફળીની આવક નોંધાઇ

ખેડૂતોને ગયા વર્ષની સરખામણીએ વધુ ભાવ મળી રહ્યા છે

ખેડૂતોને ગયા વર્ષની સરખામણીએ હાલમાં એરંડાના 1,200થી 1,300 રૂપિયા, કપાસ 1,500થી 1,700, તલ 1,800થી 2,200 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને વેપારીઓ પાસેથી માલની સામે રોકડમાં વ્યવહાર (Cash Payment) થતો હોવાથી તેઓ હોંશેહોંશે માલ વેચવા યાર્ડમાં આવી રહ્યા છે.

દિવાળીના મિની વેકેશન બાદ પાટણ માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું

આ પણ વાંચો- જૂનાગઢ APMCમાં મગફળી અને સોયાબીનની આવક વધતા બંનેના બજાર ભાવ વધ્યા

ભાવ જળવાઈ રહેશે તો ખેડૂતોને થશે ફાયદો

ચાણસ્મા તાલુકાના મણિયારી ગામના ખેડૂત અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે એરંડા, મગફળી, કપાસમાં વધુ ભાવ મળી રહ્યા છે. ભાવની દ્રષ્ટિએ આ નવું વર્ષ ખેડૂતો માટે સારું છે. સાથે સાથે સરકારે ખરી સિઝનમાં ડીઝલના ભાવ ઘટાડ્યા છે. તેનાથી પણ ખેડૂતોને લાભ થશે. રવિ સિઝનમાં વિવિધ પાકોની ઉપજ (Crop yield) ખેડૂતો યાર્ડમાં વેચવા આવશે. અને આ જ પ્રમાણે ભાવ જળવાઈ રહેશે તો ખેડૂતોને લાભ થશે. તો ખેડૂતો આગામી દિવસોમાં રવિ સિઝન દરમિયાન રાઈડો, જીરું, મેથી, વરિયાળી સહિતના પાક યાર્ડમાં વેચવા આવશે. કુદરતી આફત ન આવે અને અવાજ ભાવ જળવાઈ રહે તો નવું વર્ષ ખેડૂતો માટે ફળદાયી નીવડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.