ETV Bharat / state

હારીજના ચકચારી હત્યા કેસના આરોપી ઝડપાયા

પાટણના હારીજમાં પ્રેમ સંબંધને લઈ યુવતીના બે ભાઈ અને બનેવી દ્વારા યુવકની હત્યા કરતા ચકચાર મચી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હત્યાને અંજામ આપનારા ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

patan
patan
author img

By

Published : Dec 4, 2020, 4:32 PM IST

  • હારીજમાં યુવકની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયા
  • યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની બાબતને લઈ કરવામાં આવી હત્યા
  • પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર શખ્સોને દબોચ્યા
    હારીજના ચકચારી હત્યા કેસના આરોપી ઝડપાયા

પાટણઃ હારીજના અમરતપુરા વિસ્તારમાં રહેતા અને જલારામ ચા સ્ટોલમાં નોકરી કરતા ભુરાભાઈ કાગસિયાને શહેરની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની અદાવતમાં યુવતીના બે ભાઈ અને બનેવીએ યુવતીને સાથે રાખી પ્રેમી યુવકને શિશુ મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં બોલાવ્યો હતો. જ્યાં આ ત્રણેય ઈસમોએ યુવકને ધોકા તથા સિમેન્ટ કોંક્રિટના પથ્થરોથી માર મારી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહનેે ફેકી નાસી ગયા હતા. આ બાબતે મૃતકના ભાઇએ હારીજ પોલીસ મથકે યુવતીના બે ભાઈ અને બનેવી સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાને અંજામ આપનારા ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

યુવકની હત્યા કરનાર શૈલેષજી ખેગારજી ઠાકોર,સંજયજી ખેગારજી ઠાકોર અને લાલાજી કેશાજી ઠાકોર વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.