પાટણ : બુધવારે રાત્રે પાટણમાં બે આઇશર અને ટ્રેક્ટર એમ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. હારીજ રાધનપુર હાઇવે પાસેા પીપળી નજીક ટ્રેક્ટર અને આઈશર ટકરાયાં હતાં. આ વચ્ચે પાછળ અન્ય આઈશર આવીને આ બંને વાહન સાથે અથડાઇ પડ્યું હતું. આ ટ્રિપલ અકસ્માતમાંં બંને આઈશર અને ટ્રેક્ટર એમ ત્રણેય વાહનોના ચાલકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે લઇ જવાયાં હતાં.
કોઇ જાનહાનિ નહીં : અકસ્માત વિશે વિગતે જોઇએ તો હારીજ રાધનપુર હાઇવે રોડ ઉપર ગત મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જોકે કોઈ પ્રકારની જાનહાનિ ન થતાં રાહતની વાત હતી. અકસ્માતમાં ત્રણેય વાહનોના ચાલકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખેડાયાં હતાં. આ અંગે હારીજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad Accident : ટ્રકના ટાયર નીચે માથુ આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ, જૂઓ CCTV
દસ દિવસમાં બીજી ઘટના : પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાશવારે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એક અઠવાડિયા અગાઉ જ મોટી પીપળી ગામ નજીક અકસ્માત સર્જાતા એકસાથે સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. એ ઘટના હજી ભુલાઈ નથી ત્યાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે આ ત્રિપલ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રેકટર અને આઈસર સામ સામે ટકરાયાં : અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ આઇસર ગાડી નંબર જીજે 18 at 9047 નો ચાલક હારીજથી પોતાની આઇસર ગાડી લઈને રાધનપુર તરફ જઈ રહ્યો હતો. દરમ્યાન રાધનપુર હાઈવે રોડ ઉપર ગોપાલ હોટલ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી આવી રહેલ ટ્રેક્ટરનો ચાલક પોતાનું વાહન રોડ ઉપર આડુંઅવળું ચલાવતો હતો.
આ પણ વાંચો Mahisagar Accident : લુણાવાડામાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, 5થી વધુ જાનૈયાઓના મોત
આઇસર પલટી મારી ગયું : આ કારણે લઈને ટ્રેક્ટર અને આઇસર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલી રોડ વચ્ચોવચ આવી જતા પાછળથી આવી રહેલ અન્ય આઇસર ટ્રેક્ટરની ટોલી સાથે અથડાતા આઇસર પલટી મારી ગયું હતું અકસ્માતને પગલે રાત્રી દરમિયાન અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દઈ ત્રણે વાહનોમાંથી ચાલકોને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવ્યાં હતાં.
અકસ્માતનો ગુનો નોંધાયો : હારીજ રાધનપુર હાઈવે રોડ પર ગોપાલ હોટલ નજીક સર્જાયેલા અકસ્માતને પગલે આઇસર ચાલક ઇનાયતખાન જાવેદ ખાન મકરાણીએ હારીજ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.