ETV Bharat / state

સાંતલપુરના બાબરા ગામ નજીક ટ્રેલર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત, 4ના મોત - patan accident news

રાધનપુર-સાંતલપુર હાઈવે પર બાબરા ગામના પાટિયા પાસે લોખંડના ગડરો ભરેલી ટ્રેલર અને મુસાફરો ભરી દોડતી ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત બન્યા હતા.

a-tragic-accident-between-taylor-and-echo-near-babra-village-in-santalpur-4-dead
સાંતલપુરના બાબરા ગામ નજીક ટેલર અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત
author img

By

Published : Mar 18, 2020, 8:56 PM IST

Updated : Mar 18, 2020, 9:31 PM IST

પાટણઃ રાધનપુર-સાંતલપુર હાઈવે પર બાબરા ગામના પાટિયા પાસે લોખંડના ગડરો ભરેલી ટ્રેલર અને મુસાફરો ભરેલી ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાંતલપુરથી મુસાફરો ભરી રાધનપુર તરફ જઈ રહેલી ઈકો બાબરા ગામ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે યમદૂત સમાન કચ્છ તરફ થી રાધનપુર તરફ જઈ રહેલી લોખંડની ગડરો ભરેલી ટેલર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

બાબરા ગામના પાટિયા પાસે લોખંડના ગડરો ભરેલી ટેલર અને મુસાફરો ભરી દોડતી ઈકોગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ટ્રેલરમાં લોખંડની ગડરો ભરેલી બોડીનો ભાગ છૂટો પડી ઈકો ગાડી પર થઈ હાઇવે પરની ચોકડીઓમાં ફંગોળાયો હતો. જેને કારણે ગાડીમાં સવાર ચાર મુસાફરોના મોત નીપજયા હતા. અકસ્માતને પગલે હાઇવે પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. બંને બાજુએ વાહનોની લાંબી કતાર ખડી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત અન્ય એક મળી કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

a-tragic-accident-between-taylor-and-echo-near-babra-village-in-santalpur-4-dead
ટેલર અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત
મૃતકોની યાદી
  1. કિર્તીસિંહ જાડેજા
  2. સંજય સિંહ જાડેજા
  3. વિરમભાઈ અમરશીભાઈ ઠાકોર
  4. જયરામભાઈ વિરમભાઈ ઠાકોર

Last Updated : Mar 18, 2020, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.