- માલસુંદના પરમાર વાસના અવાવરુ મકાનમાંથી ત્યજી દીધેલું નવજાત બાળક મળ્યું
- શેરીના લોકોએ પોલીસ અને 108 ઈમરજન્સી એમ્બુલન્સને કરી હતી જાણ
- 108 મારફતે બાળકને સારવાર અર્થે પાટણ લવાયું
- સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે બાળકને મૃત્ત જાહેર કર્યું
- બાળકને ત્યજી દેનાર માતા સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી
પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના માલસુંદ ગામમાં પરમાર વાસમાં એક અવાવરૂ મકાન આવેલું છે. આ મકાનમાં સવારના સમયે કોઈ મહિલા જન્મેલ બાળક મુકી ગઈ હતી. મકાનની બાજુમાં રહેતા સુરેશ પરમાર કોઈ કામ માટે ત્યાં ગયા હતા, ત્યા તેમને આ બાળક દેખાયું હતું. તેમણે સ્થાનિકોને જાણ કરતા રહીશો એકઠા થયા હતા અને 108 સાથે પોલીસને પણ જાણ કરી હતી. 108ની ટીમે બાળકને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યા ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત્ત જાહેર કર્યું હતું.
નવજાત બાળક માલસુંદ ગામનું ન હોવાનું આશા વર્કરનું અનુમાન
માલસુંદ ગામમાં આશા વર્કરે બાળક અંગે જણાવ્યું હતું કે, માલસુંદ ગામમાં પૂરા મહિનાવાળી કોઈ સગર્ભાની નોંધ નથી. તેથી આ બાળક કોઈ વ્યક્તિ બહારથી મૂકી ગયું હોવાનું લાગી રહ્યું છે.