ETV Bharat / state

પાટણમાં મીઠાઈની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન - news in Patan

પાટણ શહેરમાં ગુરુવારે મધ્ય રાત્રે એક મીઠાઈની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે એકાએક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી. નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આ આગમાં વેપારીને અંદાજે બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

Patan
પાટણ
author img

By

Published : Nov 6, 2020, 2:26 PM IST

  • પાટણમાં શોટસર્કિટને કારણે લાગી આગ
  • અંબિકા મીઠાઈની દુકાનમાં લાગી આગ
  • નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

પાટણ: શહેરના હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલી અંબિકા મીઠાઇની દુકાનમાં ગુરુવારે મધ્ય રાત્રે શોર્ટ સર્કિટને કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડા આકાશને આંબતા આસપાસના રહીશો ઊંઘમાંથી સફાળા જાગી ઊઠયા હતા.

પાટણમાં મીઠાઈની દુકાનમાં આગ લાગી

દુકાનદારને બે લાખનુ નુકસાન

આ બાબતે દુકાનદારને જાણ કરવામાં આવી હતી, ત્યારે દુકાનદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ દુકાનના ઉપરના માળે લાગી હતી. આ ઘટનામાં વેપારીને અંદાજે બે લાખનું નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.